ETV Bharat / city

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કોંગ્રેસનો હાથ છોડી કમળમાં સુગંધ વધારશે - Visavdar MLA Harshad Ribdia

આજે સત્તાવાર રીતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કોંગ્રેસને (Visavdar MLA Harshad Ribadia will join BJP) બાય બાય કર્યું છે. હવે આગામી સમયમાં હર્ષદ રીબડીયા કમળનો આશરો લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) લડશે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજનું કમળ પકડશે

author img

By

Published : Oct 6, 2022, 10:58 AM IST

Updated : Oct 6, 2022, 12:13 PM IST

ગાંધીનગર : છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી જાહેરાતો અને અહેવાલો વ્યથા થયા હતા, ત્યારે આજે સત્તાવાર રીતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ (Visavdar MLA Harshad Ribadia will join BJP) કોંગ્રેસને બાય બાય કર્યું છે. હવે આગામી સમયમાં હર્ષદ રીબડીયા કમળનો આશરો લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) લડશે.

છેલ્લાં કેટલાંય દિવસથી ચાલી હતી ચર્ચા : વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં સમાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં અગાઉ જોડાવા તૈયાર પણ થયા હતા, પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ પક્ષે અમુક શરતો માની ન હતી જેથી હર્ષદ રીબડીયાએ ભાજપમાં જોડાવા માટેની તૈયારીઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. ત્યારે હવે એની શરતો મુજબ ભાજપ તૈયાર થતા તાત્કાલિક ધોરણે વર્ષો સુધી વળી રાજીનામું આપી દીધું છે. હવે સત્તાવાર રીતે ટૂંક સમયમાં જ ભાજપ પક્ષમાં જોડાઈને ગુજરાત વિધાનસભા 2022 માં વિસાવદરથી તેઓ ચૂંટણી લડશે.

કોંગ્રેસનો ગઢ વિસાવદર : કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હર્ષદ રીબડીયા છેલ્લા કેટલાય ટર્મથી વિસાવદરની બેઠક ઉપરથી સતત ચુંટાઈ આવતા હતા. વિસાવદરનો વિધાનસભા વિસ્તારએ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યારે ભાજપ પક્ષે એક મોટું ઓપરેશન પાર પાડીને કોંગ્રેસનો ગઢ જ તોડી નાખ્યો છે. આમ હવે ભાજપ પક્ષ જ્યાં કોંગ્રેસના સતત જીતતા ધારાસભ્યોએ છે તેમને તોડવાનું અને ત્યારબાદ જોડવાનું અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

હર્ષદ રીબડીયા વન પ્રધાન તરીકે થઈ શકે વરણી : છેલ્લા કેટલાય વર્ષોથી હર્ષદ રીબડીયા વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો અને વન વિભાગના પ્રશ્નો બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં હર્ષદ રીબડીયા ભાજપમાંથી ઉમેદવાર બનશે અને ભાજપની સરકાર આવશે તો હર્ષદ રીબડીયાને વનપ્રધાન તરીકેની વરણી પણ થઈ શકે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.

Last Updated : Oct 6, 2022, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.