- ગુજરાત વાઈબ્રન્ટ મહોત્સવ 2022નો પ્રોજેકટ
- સીએમ ભુપેન્દ્ર પટેલ દુબઈમાં કરશે રોડ શો
- 25 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે પ્રથમ રોડ શો
- અનેક કન્ટ્રીને પાર્ટનર કન્ટ્રી તરીકે આપવામાં આવ્યું આમંત્રણ
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની (Gujarat Vibrant Summit) તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે વાઇબ્રન્ટ સમિટના લોન્ચિંગ MOU પણ હવે થઈ રહ્યા છે, ત્યારે દર સોમવારના રોજ ખાસ MOU પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, ત્યારે ગુજરાતની મહત્વની જવાબદારી નિભાવી રહેલા ઉદ્યોગ વિભાગના મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ દસમી વાઇબ્રન્ટ ઇવેન્ટ એક અનોખો મહોત્સવ હશે જે સમગ્ર વિશ્વથી એકદમ અલગ કાર્યક્રમ રહેશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ કરશે દુબઈમાં રોડ શો
રાજ્યના ઉદ્યોગ અગ્ર સચિવ રાજીવ ગુપ્તાએ રોડ શો બાબતે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 25 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે પ્રથમ રોડ શૉ કરશે અને ત્યારબાદ દેશના અલગ-અલગ મોટા શહેરોમાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મુંબઈ દિલ્હી કલકત્તા જેવા શહેરોમાં roadshow કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દુબઈ ખાતે પણ ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની કામગીરી હાથ ધરશે જેમાં 8 અને 9 ડીસેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે દુબઈ પ્રવાસે જશે અને દુબઈ ખાતે પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયો ભાજપનો સ્નેહમિલન સમારોહ, ન માસ્ક જોવા મળ્યું કે ન સોશિયલ ડિસ્ટન્સ
10 તારીખે 2.30 વાગે વાઈબ્રન્ટનો પ્રારંભ
રાજુ ગુપ્તાએ 10મી વાઈબ્રન્ટ મહોત્સવની વધુ વાતચીત કરતાં જણાવ્યું હતું કે 10 તારીખે બપોરે 2.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે વાઇબ્રન્ટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. દસમી વાઇબ્રન્ટ સમિટમાં આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કિંમત આયોજીત કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ આ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત બાર દેશના ગવર્નર પણ હાજર રહેશે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ દેશના ગવર્નર સાથે રાઉન્ડ ટેબલ ટોક પણ કરશે.
70 ટકા રેશિયો
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ અગાઉ નવ વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુની વાત કરવામાં આવે તો રાજીવ ગુપ્તાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે પણ એમઓયુ કરવામાં આવી રહ્યા છે તેમાંથી 70 ટકા જેટલા એમઓયુના પ્લાન કાર્યરત થયા છે, જ્યારે રોજગારીઓ પણ ઉત્પન્ન થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર
ક્યાં મહત્વના પાસાઓ પર રાખવામાં આવશે ધ્યાન
રાજુ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ વાઇબ્રન્ટ સમિટ કરતા એકદમ અલગ હશે કારણ કે કોરોના મહામારી બાદ આ પ્રથમ મોટો કાર્યક્રમ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. સમય ઓછો હોવા છતાં વાઇબ્રન્ટ શરૂ થાય તે પહેલા 1 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી ૧૦ જેટલા વાઇબ્રન્ટ ઇવેન્ટ યોજવામાં આવશે, જેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ વિષયો પર વર્કશોપ યોજી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ચર્ચા કરવામાં આવશે, અત્યારે ગતિશક્તિ યોજના હેઠળ ગુજરાતને કયા પ્રકારના લાભ મળી શકે અને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કઇ રીતે થઇ શકે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.