ETV Bharat / city

VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો - vibrant gujarat global summit 2022 road show

રાજ્યમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (vibrant gujarat global summit 2022) યોજાવાની છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શો (vibrant gujarat global summit 2022 road show)નું આયોજન કરાયું હતું.

VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો

author img

By

Published : Nov 30, 2021, 10:33 PM IST

  • VGGS 2022 રોડ-શૉમાં ગુજરાતમાં મૂડીરોકાણની શક્યતાઓ દર્શાવાઈ
  • નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સના SME-MSME માટે રોકાણની શ્રેષ્ઠ તકો રજૂ કરાઈ
  • ગુજરાતના ગ્રામ વિકાસ સચિવના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે રોડ-શૉ

ગાંધીનગરઃ ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગ્રામ વિકાસ સચિવ સોનલ મિશ્રા (village development secretary sonal mishra )ના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા યુરોપીય દેશો નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સમાં રોડ-શો (VGGS 2022 roadshow in france ) યોજાયો હતો. સોનલ મિશ્રાએ નેધરલેન્ડ રોડ-શોને સફળ ગણાવતાં કહ્યું કે, “અમને પ્રોત્સાહજનક પ્રતિભાવ મળ્યો હતો અને નેધરલેન્ડ VGGS 2022માં ભાગીદાર થવા સંમત થયું છે.” આ પ્રતિનિધિમંડળે નેધરલેન્ડના રોકાણકારો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ગ્રીન મોબિલિટી, ક્લીન એનર્જી, કૃષિ તથા સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે વિચાર-વિમર્શ કર્યો હતો.

નેધરલેન્ડના SME-MSME માટે રોકાણની શ્રેષ્ઠ તકો

ગિફ્ટ સિટી અને ધોલેરા સર પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવી.

વર્ચ્યુઅલ રોડ-શોમાં ભાગ લેનાર નેધરલેન્ડ-ઈન્ડિયા ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ટ્રેડ (netherlands india chamber of commerce and trade), આર્મ્સટર્ડમના ચેરપર્સન એડિથ નોર્ડમને કહ્યું હતું કે, "નેધરલેન્ડમાં બિઝનેસમાં SME તેમજ MSMEનો હિસ્સો 99 ટકા છે." તેમણે ઉમેર્યું કે, “નેધરલેન્ડના SME અને MSME માટે ગુજરાતમાં રોકાણની શ્રેષ્ઠ તકો (investment opportunities in gujarat) છે, કેમ કે ગુજરાત પણ MSMEનું મુખ્યમથક છે અને બિઝનેસ માટે વ્યાપક તકો ઉપલબ્ધ છે.”

જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવવામાં આવી

પ્રતિનિધિમંડળમાં GIFT સિટી અને ધોલેરા SIRના (gift city vs dholera sir gujarat) અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને આ બંને અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ (german investment in gujarat) દર્શાવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન (national dairy development board chairman) મીનેષ શાહે ડેરી ઉદ્યોગ અંગે વિગતો આપી અમૂલની સફળતાની ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, "નેધરલેન્ડ વિશ્વનું સૌથી મોટું ડેરી ઉત્પાદક (world's largest dairy producer) હોવાને નાતે ગુજરાતમાં સંશોધનમાં સહકાર તથા ડેરી ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે."

VGGS 2022 સંદર્ભે જર્મનીમાં યોજાયો રોડ શૉ

વાયબ્રન્ટ સમિટ 2022 પહેલાં ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. VGGS 2022ને લઇને જર્મનીમાં પણ રાજ્યના પ્રતિનિધિમંડળે રોડ-શો (VGGS 2022 roadshow in germany) યોજ્યો હતો. જેને પ્રોત્સાહક ગણાવતાં જણાવાયું હતું કે, "ગુજરાત અને જર્મની વચ્ચે વેપાર ક્ષેત્રમાં લાંબા સમયથી સંબંધો પ્રસ્થાપિત થયેલા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 દરમિયાન આ સંબંધો વધારે મજબૂત થશે."

રાજ્યમાં વ્યવસાય-ઉદ્યોગલક્ષી વાતાવરણ

પ્રેઝન્ટેશન દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના કમિશનરે વિદેશી મૂડીરોકાણ માટે ગુજરાત કેવી રીતે સૌથી આકર્ષક રાજ્ય છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યમાં વ્યવસાય-ઉદ્યોગલક્ષી વાતાવરણ હોવાને કારણે છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાતમાં કેટલીક જર્મન કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે. 2017 તથા 2019ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જર્મની ભાગીદાર દેશ હતો. આ રોડ શોમાં પણ GIFT સિટી અને ધોલેરા SIRના અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને 2 અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવી હતી. ગુજરાતમાં એન્જિનિયરિંગ, ઑટોમોબાઇલ, કેમિકલ્સ, એગ્રો અને ફૂડ સહિત અન્ય ક્ષેત્રોમાં બિઝનેસની તકો દર્શાવાઇ હતી.

ફ્રાન્સમાં યોજાયો VGGS 2022 રોડ-શૉ

VGGS 2022 અન્વયે ફ્રાન્સના પેરિસમાં પણ રોડ શૉ યોજાયો હતો. જેમાં ગ્રામ વિકાસ કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કરીને ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો, સરકારનો નીતિ-લક્ષી અભિગમ, વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટીના આયોજન સહિત અન્ય બાબતો શા માટે રાજ્યને વિદેશી મૂડીરોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવે છે તે વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. આમાં કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ, ડેરી, એરોસ્પેસ, શિક્ષણ, પ્રવાસન, ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રના 40થી વધુ સિનિયર બિઝનેસ અગ્રણીઓએ ભાગ લીધો હતો. VGGS 2022 દરમિયાન ફ્રાન્સમાંથી નોંધપાત્ર સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહેવાની અપેક્ષા છે.

ગુજરાત મૂડીરોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે

મારૂતિ સુઝુકીના ટોચના અધિકારીઓએ ગુજરાતમાં બિઝનેસની સરળતા અંગે તેમના અનુભવો જણાવ્યા હતા.

ફ્રાન્સની અગ્રણી બિઝનેસ સંસ્થા MEDEF ઈન્ટરનેશનલના પ્રમુખ ફ્રાન્સવા બર્ગોએ રોડ-શોના સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, જ્યારે પેરિસમાં ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (આર્થિક અને વાણિજ્ય) શ્રી દીપાંશુ ખુરાનાએ ભારત-ફ્રાન્સ વેપાર સંબંધો અંગે માહિતી આપી હતી. ભાગીદાર કંપનીઓ મેઘમણી જૂથ તથા મારૂતિ સુઝુકીના ટોચના અધિકારીઓએ ગુજરાતમાં બિઝનેસની સરળતા અંગે તેમના અનુભવો જણાવ્યા હતા. મેરિટાઇમ તેમજ બંદરોના ક્ષેત્રમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે તેમજ હાલ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેને કારણે રાજ્ય મૂડીરોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે તેમ બિઝનેસ ક્લબ ફાઇનાન્સ ઈન્ડેના મિશેલ લેમારે જણાવ્યું હતું.

MSMEની ઈકોસિસ્ટમની ઝડપથી પ્રગતિ થઈ રહી છે

મેરીટાઈમ ઉદ્યોગના 215 ઉદ્યોગકારોના સંગઠન ફ્રેન્ચ મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન – GICANના આર્નોડ માર્ટિન્સ દ તોરેએ જણાવ્યું હતું કે, તેમનું સંગઠન ગુજરાતને સૌથી મહત્ત્વનું બિઝનેસ કેન્દ્ર ગણે છે અને યુવાનો કર્મચારીઓને કુશળ બનાવવા એ મેરીટાઈમ બિઝનેસ માટે ઘણું અગત્યનું છે. તેમણે સંરક્ષણ ક્ષેત્ર અને ખાસ કરીને સાગરમાલા યોજના અંગેની વડાપ્રધાનની પહેલની પ્રશંસા કરી હતી. MSME સાથે સંકળાયેલા ફ્રેન્ચ સંગઠન કન્ફેડરેશન ડેસ પેટિટ્સ એટ મોનીઝ એન્ટરપ્રાઇઝીસના રાજુ શર્માએ જણાવ્યું હતુ કે, "ગુજરાતમાં MSMEની ઈકોસિસ્ટમ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી છે અને કાપડ, એરોનોટિક્સ, બંદરો, લોજિસ્ટિક્સ તથા જહાજ નિર્માણ જેવાં ક્ષેત્રોમાં વ્યાપક સંભાવનાઓ છે."

ફ્રેન્ચ મૂડીરોકાણ આકર્ષવા પર પણ ભાર મૂકાયો

તેમણે ઉમેર્યું કે, કુશળ શ્રમિકોની ઉપલબ્ધી તથા શ્રમિકોની હડતાળો નહીં પડવાને કારણે ગુજરાત સારી સ્થિતિમાં છે. રાજ્યમાં ઉદ્યોગલક્ષી વાતાવરણ હોવાને કારણે છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાતમાં કેટલીક ફ્રેન્ચ કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે. સેન ગોબેન, શિડર ઈલેક્ટ્રીક, સોશી જનરલ, એર લિક્વિડ સહિત કેટલીક નામાંકિત બ્રાન્ડ દ્વારા ગુજરાતમાં ઉત્પાદન એકમો સ્થાપવામાં આવ્યાં છે.રોડ-શો દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં એરોસ્પેસ, એગ્રો-પ્રોસેસિંગ, ડેરી તથા ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ બિઝનેસ તકોની રજૂઆત કરવામાં આવી હતી. GIFT સિટી તથા ધોલેરા SIR જેવી મેગા સ્માર્ટ સિટી યોજનાઓમાં ફ્રેન્ચ મૂડીરોકાણ આકર્ષવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન

આ પણ વાંચો: Vibrant Gujarat 2022: CM ભૂપેન્દ્ર પટેલે 9 જેટલા અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.