ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ (Vibrant Gujarat Education Summit 2022)નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટી (Science city ahmedabad)માં યોજાયેલા આ કાર્યક્રમના બીજા દિવસે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શિક્ષણ વિભાગના સભ્યોની ઉપસ્થિતિમાં દેશ-વિદેશની એજ્યુકેશન સાથે સંકળાયેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ (MoU of Gujarat Government with educational institutions) દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગ સાથે કુલ 2,460 જેટલા MoU સાઈન કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે 70 જેટલા MoU કરવામાં આવ્યા હતા.
બ્રિજ કોર્ષ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
આ પ્રસંગે ભારત સરકારના શિક્ષણ સચિવ અનિતા કરવાલે જણાવ્યું હતું કે, કોવિડ (Corona pandemic in Gujarat)માં નાના ગામડાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચવું એ એક પડકાર હતો, ત્યારે બ્રિજ કોર્ષ (Bridge course in Gujarat) શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ સમિટમાં નાના-મોટા એમ કુલ 54 જેટલા એક્ઝિબિશન સ્ટોલ રાખવામાં આવ્યા હતા. દેશની ટોપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ સમિટમાં પોતાના સ્ટાર્ટઅપ પ્રદશન માટે આવ્યા હતા.
આ પણ વાંચો: Gujarat Global Vibrant Summit 2022: ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ
દેશ-વિદેશના એમ કુલ 30 જેટલા ડેલિગેટ્સ આવ્યા હતા
આ સમિટમાં દેશ-વિદેશના એમ કુલ 30 જેટલા ડેલિગેટ્સ આવ્યા હતા, જ્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે આ સમિટનું સમાપન કરવામાં આવ્યું હતું. જીતુ વાઘાણીએ દરેક લોકોનો આભાર પણ માન્યો હતો. આ સમિટમાં જે વિદ્યાર્થીઓએ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો તે લોકોને આ સમિટ દ્વારા આગળ વધવાની તક મળી છે. હાલમાં કોરોનાનું સંક્રમણ (Corona In Gujarat) વધતા સમિટમાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Gujarat Vibrant Summit 2022 canceled: વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રદ્દ કરવા પાછળનું જણાવ્યું કારણ