ETV Bharat / city

સરકારની ચૂંટણીલક્ષી ભેટ, CNG અને PNGમાં 10 ટકા વેટ ઘટાડ્યો, LPGના બે સિલિન્ડર ફ્રી

author img

By

Published : Oct 17, 2022, 9:48 PM IST

ગુજરાત સરકારે આજે ગુજરાતની જનતાને દિવાળીની ચૂંટણીલક્ષી ભેટ (Gujarat Assembly Election 2022) આપી છે. રાજ્યના ગરીબ, શ્રમિક અને મઘ્યમવર્ગીય પરિવારોને મોટી ભેટ આપી છે. સીએનજી અને પીએનજીમાં 10 ટકા વેટ ઘટાડ્યો ( VAT reduced by 10 percent on CNG and PNG ) છે. અને વર્ષે એલપીજીના બે સિલિન્ડર ફ્રી ( Two LPG cylinders free) આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.

સરકારની ચૂંટણીલક્ષી ભેટ, CNG અને PNGમાં 10 ટકા વેટ ઘટાડ્યો, LPGના બે સિલિન્ડર ફ્રી
સરકારની ચૂંટણીલક્ષી ભેટ, CNG અને PNGમાં 10 ટકા વેટ ઘટાડ્યો, LPGના બે સિલિન્ડર ફ્રી

ગાંધીનગર ગુજરાતના ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ મહત્વપુર્ણ બે નિર્ણયો આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લીધા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થવામાં છે ત્યારે સરકારે સીએનજી અને પીએનજી ગેસમાં 10 ટકા મૂલ્ય વર્ધિત વેરા (વેટ) ઘટાડવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. 6થી 7 તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે રૂ. 5થી 5.50નો ઘટાડો ( VAT reduced by 10 percent on CNG and PNG ) થશે.

ગુજરાતની જનતાને દિવાળીની ચૂંટણીલક્ષી ભેટ

વર્ષે બે LPGના બે સિલિન્ડર વિનામૂલ્યે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ( Pradhan Mantri Ujjwala Yojana ) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 38 લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે ( Two LPG cylinders free) આપવા અંગે નિર્ણય રાજ્યની સરકારે લીધો છે.

38 લાખ ગ્રાહકોને ફાયદો પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ ( Announcement by Jeetu Vaghani ) જાહેરાત કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના 38 લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન કુલ બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલુ જ નહીં, રાજ્ય સરકારની એલપીજીપી,પીએનજી સહાય યોજનાના અંદાજે 20 હજાર જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી રૂ.1050ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળના કુલ 38 લાખ કુટુંબોને આ નિર્ણય થકી રૂ.650 કરોડની ખૂબ મોટી ( VAT reduced by 10 percent on CNG and PNG ) રાહત થશે.

ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા 24.21 લાખ વાઘાણી ( Announcement by Jeetu Vaghani ) એ કહ્યુ કે, રાજ્ય સરકાર છેલ્લા બે દસકામાં નેચરલ ગેસનું માળખું ઊભું કરવા માટે તેમજ આ અંગેની વિશેષ નીતિ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે અને આંતરરાષ્ટ્રીય ગ્રીડ બનાવનાર પણ દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (જીએસપીએલ) દ્વારા દેશની પ્રગતિ વેગવંતી બની છે. રાજ્યના તમામ વિસ્તારોમાં નેચરલ ગેસ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યો છે. જીએસપીએલ નેટવર્ક ગુજરાતના તમામ એલએનજી ટર્મિનલ્સ સાથે કનેક્ટીવીટી ધરાવી દેશનું એલએનજી ગેટવે બન્યુ છે, જેના થકી ક્લીન એનર્જી આધારિત વિકાસ વેગવાન બન્યો છે. ગુજરાતમાં એલએનજી ટર્મિનલ સ્થપાય તે માટેના રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયત્નોના કારણે આજે નેચરલ ગેસના આયાત, ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા 24.21 લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા 855 છે.

સીએનજી વાહનચાલકોને 10 ટકા વેટ ઘટાડતા લાભ થશે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવને પરિણામે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકો અને ગૃહિણીઓને પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રાહત આપવા તથા ગૃહિણીઓના બજેટ ઉપર ભારણ ઘટાડવા તેમજ ગૃહિણીઓને સ્વચ્છ ઘરેલું ઇંધણ મળી રહે તે માટે રાજ્ય સરકારે બિન વ્યાપારી ઘરેલું વપરાશ માટે પાઇપલાઇનથી પૂરો પાડવામાં આવતા નેચરલ ગેસ પીએનજી ઉપરનાં મૂલ્ય વર્ધિત વેરા(વેટ)ના દરમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. તે ઉપરાંત જે નાગરિકો પોતાના વાહનોમાં સીએનજી ગેસનો વપરાશ કરે છે તેમને રાહત આપવા ઓટોમોબાઇલ માટે વપરાતો નેચરલ ગેસ સીએનજી ઉપરના મૂલ્યવર્ધિત વેરા(વેટ)ના દરમાં પણ 10 ટકાનો ઘટાડો ( VAT reduced by 10 percent on CNG and PNG ) કરવા નિર્ણય લેવાયો છે.

14 લાખથી વધુ સીએનજી વાહનો ગુજરાતમાં અંદાજે 14 લાખથી વધુ સીએનજી વાહનધારકો છે. જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે 4.50 લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. આ તમામ ગરીબ-મધ્યમ વર્ગનાં નાગરીકોને પીએનજી અને સીએનજીના વેટના દર ઘટાડવાથી અંદાજે રૂ.1000 કરોડની રાહત થશે. આ નિર્ણયથી સીએનજી ગેસ પ્રતિ કિલો અંદાજે રૂ. 6થી 7 તેમજ પીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. 5થી 5.50નો ઘટાડો( VAT reduced by 10 percent on CNG and PNG ) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.