ગાંધીનગર: આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayan 2022 Gujarat) દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પશુ-પક્ષી ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે તારીખ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2022 દરમિયાન રાજ્યવ્યાપી 'કરૂણા અભિયાન' (Karuna Abhiyan 2022) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે. આ અભિયાનના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ (control room for birds in gujarat) કાર્યરત કરવામાં આવશે.
ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વોટ્સએપ નંબર
'જીવો, જીવવા દો અને જીવાડો'ની જીવદયા ભાવના સાથે મુખ્યપ્રધાનના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર (Immediate treatment of injured birds In Gujarat) વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર (WhatsApp Number for Injured Birds In Gujarat) તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે. તદ્દઅનુસાર, વોટ્સએપ 820002000 ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
આ પણ વાંચો: Makar Sankranti 2022: ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો કાર્યરત
આ ઉપરાંત પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર (helpline number of animal husbandry department gujarat) 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. આગામી ઉત્તરાયણ દરમિયાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો (bird diagnosis treatment centers gujarat), 620થી વધારે તબીબો તેમજ 6 હજાર ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે.
મુખ્યપ્રધાનની લોકોને અપીલ
પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે.
આ પણ વાંચો: Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર