- કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ ગુજરાતની મુલાકાતે
- કોલવડા વેક્સિન સેન્ટરની લીધી મુલાકાત
- લોકોને વેક્સિન લેવા કરી અપીલ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ (Union Home Minister Amit Shah) હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સોમવારે અમિત શાહ (Amit Shah) તેમના મત વિસ્તાર કોલવડા ગામની મુલાકાતે આવ્યાં હતા. જ્યાં તેઓએ કોલવડા પ્રાથમિક શાળા (Kolwada Primary School)માં આવેલા વેક્સિન સેન્ટર (Vaccine Center)ની મુલાકાત લીધી હતી. આ સાથે ત્યા વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમજ ગ્રામજનોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
અમિત શાહે ગ્રામજનોને મળી અભિવાદન ઝીલ્યું
કોલવડા વેક્સિન સેન્ટર(Kolwada Vaccine Center)ની મુલાકાત લીધા બાદ અમિત શાહે વેક્સિન સેન્ટરની બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેઓ કોલવડા (Kolwada) ગામમાં થોડે સુધી ચાલતા ગયા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. તેમજ વેક્સિન (Vaccine) લેવા માટે લોકોને અપીલ કરી હતી. લોકોના અભિવાદનને જોઈ તેઓ ઉત્સાહિત થયા હતા. શાહની મુલાકાત પહેલાં જ વેક્સિન સેન્ટર (Vaccine Center) પર ગ્રામજનો વેક્સિન લેવા માટે આવ્યાં હતા. તેમની પણ મુલાકાત કરી હતી. ગુજરાતમાં આજે સોમવારથી જ વેક્સિન મહા અભિયાનનો પ્રારંભ થયો છે. હવેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે.
આ પણ વાંચોઃ રસીકરણ અભિયાન માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું : અમિત શાહ
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા 2 બ્રીજનું લોકાર્પણ કર્યું
અમિત શાહે ગાંધીનગરની મુલાકાત દરમિયાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવીનીકરણ પામેલા મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરને જોડતા 2 બ્રીજનું લોકાર્પણ પણ કર્યું હતું. આ સાથે છત્રાલ નજીકના રેલવે ઓવરબ્રિજ (Overbridge)નું પણ લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજ બનવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોને ગાંધીનગરથી અમદાવાદ તેમજ અમદાવાદથી ગાંધીનગર જવામાં સરળતા રહેશે.
આ પણ વાંચોઃ Union Home Minister Amit Shahએ અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું