● ગાંધીનગરના જૈન દેરાસરમાં મહાવીરને સૂર્ય તિલક
● ઓનલાઈન દર્શન ઉપલબ્ધ
● શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રહ્યાં ઉપસ્થિત
● અદભુત ઘટનાના અનેક લોકો સાક્ષી બન્યા
અમદાવાદઃ આજે આ અદભૂત ઘટના બની અને તેની રોશનીથી સમગ્ર જિનાલય ઝળહળી ઉઠ્યું. આ પ્રસંગના સાક્ષી બનવા ભક્તો ઉપરાંત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ કેવળ જ્ઞાન અને ભક્તિનો દિવસ છે. તેમનું નસીબ છે કે, તેઓ આ ઘટનાના સાક્ષી બન્યાં. તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે આખું વિશ્વ કોરોના અને મ્યુકોરમાયકોસીસથી મુક્ત બને. બધું જ પહેલાં જેવું થાય.
● મંદિરના ટ્રસ્ટીઓએ શું કહ્યું ?
મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, આચાર્ય કૈલાસસાગર મહારાજ આજના દિવસે અને આ જ સમયે નશ્વર દેહ છોડ્યો હતો અને તેમને સમાધિ અપાઈ હતી. તેમની યાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલે આ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ છે. આ મંદિરની પાછળ જૈન ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષનો ઉપયોગ કરાયો છે, જેને લઇને આ ઘટના બને છે. આ કોઈ ચમત્કાર નથી, આ શ્રદ્ધાનો વિષય છે.
આ પણ વાંચોઃ માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ