ગાંધીનગર: પાટનગરમાં વિકરાળ બની રહેલા કોરોના વાઈરસે શુક્રવારે વધુ 10 વ્યક્તિને સંક્રમિત કર્યા હતા. ગાંધીનગર કોર્ટના બેલિફ અને સિંચાઈ વિભાગના એન્જિનિયરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 551 કેસ નોંધાયા છે. ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામા ગાંધીનગર તાલુકામાં 3 વર્ષની બાળકી સહિત 9 પોઝિટિવ કેસ, કલોલમાં 4, માણસામાં 3 અને દહેગામમાં 1 સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 17 કેસ નોંધાયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેકટર-26માં રહેતા 78 વર્ષીય વૃદ્ધા, સે-3ના 73 વર્ષીય મહિલા અને સે-27ના 90 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાયા છે. આ ત્રણેય વડીલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સે-1માં રહેતા અને હળવદ-મોરબી ખાતે સિંચાઈ વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સે-25માં રહેતા અને સે-22માં બુક સ્ટોર ધરાવતા 40 વર્ષીય યુવક, સેકટર-17માં રહેતી અને જીએસટી-અમદાવાદ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયાં છે. જેમાંથી યુવકને હોમ આઈસોલેશનમાં અને મહિલાને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સે-14ના 66 વર્ષીય વૃદ્ધ, સે-27ના 63 વર્ષીય નિવૃત્ત અને સે-21ના 73 વર્ષીય વૃદ્ધના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. સેકટર-6માં રહેતા અને ગાંધીનગર કોર્ટમાં બેલિફ તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સત્તાવાર યાદી મુજબ, શુક્રવાર સાંજ સુધીમાં મ્યુનિ. વિસ્તારમાં કુલ 551 દર્દી કોરોના પોઝિટિવ થયાં છે.
ગાંધીનગર તાલુકામાં 3 સ્ત્રી સહિત 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કુડાસણ ગામમાં 3 વર્ષની બાળકી, ડભોડામાં 33 વર્ષની યુવતી અને મોટા ચિલોડામાં 28 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. તેમજ પુરૂષ દર્દીમાં વાસણા હળમતિયામાં 44 વર્ષના પુરૂષ, ઇસનપુર મોટામાં 40 વર્ષના પુરૂષ, કોબામાં 29 વર્ષનો યુવાન, કુડાસણમાં 65 વર્ષના વૃધ્ધ, નાના ચિલોડામાં 44 વર્ષના યુવાન અને આલમપુરમાં 41 વર્ષના પુરૂષનો કોરોના પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે.
દહેગામ તાલુકાના ઝાંક ગામમાં 31 વર્ષનો યુવક, માણસા અર્બનમાં 61 અને 54 વર્ષના પુરૂષ તેમજ વરસોડા ગામમાં 35 વર્ષના યુવાન સહિત 3 વ્યક્તિ સંક્રમિત થયા છે. જ્યારે કલોલ કલોલ અર્બનમાં 67, 56, 54 અને 40 વર્ષના ચાર પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. શુક્રવારે જિલ્લાના ગ્રામ્યમાં 17 કેસની સાથે અત્યાર સુધીનો કુલ આંકડો 1172, જ્યારે પાટનગરમાં 551 કેસ સામે આવ્યાં છે. અને 58 મોત જેમાં ગ્રામ્યમાં 45 અને શહેરમાં 13 થયાં છે.
કોર્ટના બેલિફ, એન્જિનિયર અને 90 વર્ષના મહિલા સહિત વધુ 27 કોરોના સંક્રમિત
પાટનગરમાં વિકરાળ બની રહેલા કોરોના વાઈરસે શુક્રવારે વધુ 10 વ્યક્તિને સંક્રમિત કર્યા હતા. ગાંધીનગર કોર્ટના બેલિફ અને સિંચાઈ વિભાગના એન્જિનિયરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.