- વેન્ટિલેટરના વેઇટિંગથી દર્દીઓ ગુમાવી રહ્યા છે જીવ
- ગાંધીનગર સિવિલ હોસ્પિટલે કરી મદદ
- ગાંધીનગર સિવિલ હોસ્પિટલને 35 નવા વેન્ટિલેટર મળ્યા હતા
ગાંધીનગર: કોરોનાના સિરિયસ પેશન્ટની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેને જોતા ગાંધીનગર સિવિલે ઉદારતા બતાવી હતી. SVP હોસ્પિટલને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલમાં નવા 35 વેન્ટિલેટર આવ્યા હતા. જે પૈકી 25 વેન્ટિલેટરને SVPમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં સૂત્રોના જણાવ્યા અનુસાર 16 કલાકના વેઇટિંગ ચાલી રહ્યા છે. આ પ્રકારની ભયાનક પરિસ્થિતિને જોતા ત્યાં મોકલવામાં આવ્યા હતા. કેમકે વેન્ટિલેટર વગર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો કે સિવિલમાં વેન્ટિલેટરનો પૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ સુરત વિપક્ષના નેતાએ 200 જેટલા વેન્ટિલેટર ફાળવવા રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીને લખ્યો પત્ર
વેન્ટિલેટરના વેઇટિંગના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે
ગાંધીનગર સિવિલમાં 35 વેન્ટિલેટર નવા આપવામાં આવ્યા હતા. જેમાંથી જેટલી જરૂરિયાત હતી એટલા 10 વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા અને બાકીના 25 અમદાવાદ SVPમાં મોકલાયા હતા. ત્યાં કલાકો સુધી વેન્ટિલેટર માટે રાહ જોવી પડી રહી છે. અત્યારે કોરોનાનો સ્ટ્રેન પહેલા કરતા બદલાયો છે, પહેલા ઓક્સિજન પર દર્દીઓ ચાર, પાંચ દિવસ સુધી રહીને પણ જીવી શકતા હતા પરંતુ અત્યારે ઓક્સિજન લેવલ બહુ જ જલદી ડાઉન થઈ રહ્યો છે. જેના કારણે મૃત્યુદર વધ્યો છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યારે 70 વેન્ટિલેટરની છે વ્યવસ્થા
હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પર્યાપ્ત એટલે કે 70 વેન્ટિલેટર છે. આ પહેલા 60 વેન્ટિલેટર હતા. જ્યારે નવા આવેલા વેન્ટિલેટરમાંથી 10 રાખવામાં આવ્યા હતા. હાલ કુલ 70 જેટલા વેન્ટિલેટર ગાંધીનગર સિવિલમાં છે તેમ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું માનવું છે.
આ પણ વાંચોઃ માતાની સારવાર માટે વેન્ટિલેટર ના મળ્યું, અંતિમસંસ્કાર માટે શબવાહિની ના મળી !