રાજ્યમાં દિકરીઓ પર છેડછાડ અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં પણ રોડ લુખ્ખાતત્વો દ્વારા એક દિકરીની પજવણી કરવામાં આવી હતી. ઉપરાંત શાળામાં અભ્યાસ કરનાર અનેક દિકરીઓને છેડતી કરવામાં આવતી હોય છે. પરંતુ બદનામ થવાના ડરના કારણે દિકરીઓ આ અંગે ફરિયાદ કરતી નથી કે, ઘરે જાણ પણ કરતી નથી. પરિણામે આ સામાજિક અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. આ દીકરીઓ પોતાનું રક્ષણ જાતે કરે તે માટે મહિલા આયોગ દ્વારા શાળાઓમાં તાલીમ આપવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ગાંધીનગરમાં આવેલી એક શાળામાં દિકરીઓને આત્મરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ કહ્યું કે, અસુરક્ષિત પરિસ્થિતિઓ અંગે જાગૃતતા વધે ત્યારે દિકરીઓ પર થતાં શારીરિક હુમલાનો સામનો કરવાનું શીખવું પડશે. રાજ્યની પોલીસ સાથે ભાગીદારી કરી ગુજરાતની દિકરીઓમાં સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તાજેતરમાં ત્રણ મહાનગર સુરત, વડોદરા અને રાજકોટમાં બનેલી બળાત્કારની ઘટનાને લઈને કહ્યું છે. ત્રણેય શહેરના પોલીસ વડા સાથે બેઠક કરવામાં આવી છે અને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.