ETV Bharat / city

26 નવેમ્બરથી ગુજરાતમાં રોજ 20 વ્યક્તિઓ પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરાશે : નતિન પટેલ

કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વિશ્વમાં કોરોનાની વેક્સિન ક્યારે આવશે તેના પર પણ અનેક દેશોની નજર છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની વેક્સિનના ટ્રાયલ 26 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રોજ 20 યુવાન વ્યક્તિ ઉપર કોરોનાની વેક્સિનનું ટ્રાયલ કરવાની શરૂઆત કરવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જાણકારી આપી હતી.

26 નવેમ્બરથી ગુજરાતમાં રોજ 20 વ્યક્તિઓ પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરાશે: આરોગ્ય પ્રધાન પટેલ

author img

By

Published : Nov 26, 2020, 12:32 AM IST

  • કોરોનાની વેક્સિનનું ટ્રાયલ 26 નવેમ્બરથી શરૂ
  • રોજના 20 યુવાનો પર કરવામાં આવશે વેક્સિનનું ટ્રાયલ
  • રાજ્ય સરકાર એક દર્દી પાછળ કરે છે 50,000થી 5 લાખ સુધીનો ખર્ચ
  • રોજ 20 વ્યક્તિ પર ટ્રાયલ, કુલ 1000 ટ્રાયલ થશે

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રોજ 20 વ્યક્તિઓ પર કોઈપણ વ્યક્તિનું ટાયર કરવામાં આવશે, જ્યારે કુલ 1000 જેટલી વ્યક્તિઓ ઉપર ટ્રાયલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ તમામ ટ્રાયલ યુવાનો પર કરવામાં આવશે અને યુવાનોએ સામે ચાલીને સહમતી આપી છે.

26 નવેમ્બરથી ગુજરાતમાં રોજ 20 વ્યક્તિઓ પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરાશે: આરોગ્ય પ્રધાન પટેલ

કોરોનામાં ખર્ચ વધ્યો, એક દર્દીઓ પાછળ 50 હજારથી 5 લાખ સુધીનો ખર્ચ

કોઈના ખર્ચ બાબતે બુધવારના રોજ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારને એક દર્દી પાછળ 50 હજારથી 5 લાખ જેટલો ખર્ચો કરવો પડી રહ્યો છે, આ ઉપરાંત જે રીતની દર્દીની પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં લઈને રાખીને ખર્ચો કરવામાં આવે છે. આ સાથે જ રોજે-રોજ રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે, આ ટેસ્ટિંગ કિટમાં પણ વધારે ખર્ચ થતો હોવાની વાત પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી. પરંતુ અત્યાર સુધી કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે નીતિન પટેલ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી.

કોરોનાના ટેસ્ટ બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે ?

વર્તમાન સમયમાં ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોળાનું સંક્રમણ વધ્યું છે, સાથે જ કોરોનાના આંક પણ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુજરાતમાંથી કોઈપણ મહારાષ્ટ્રમાં પ્રવેશે ત્યારે તેઓએ તે વ્યક્તિએ નામ નેગેટિવ સર્ટિફિકેટ રાખવું જરૂરી કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આવા અન્ય રાજ્યના વ્યક્તિઓ ગુજરાતમાં પ્રવેશે તો તેઓએ કોરોનાનું સર્ટીફીકેટ રાખવું કે નહીં તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય છે. દરેક રાજ્ય પોતાની રીતે નિર્ણય કરવા માટેનો અધિકાર ધરાવે છે, જ્યારે ગુજરાત આવવા બાબતે કોઈપણ વ્યક્તિએ સર્ટિફિકેટ લેવું પડશે કે નહીં તે બાબતે નિર્ણય કોર કમિટીમાં કરવામાં આવશે. જ્યારે આજે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ કેવડીયા કોલોની ખાતે હોવાથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ત્યા હાજર છે, એટલે કોર કમિટીની બેઠક રદ્દ કરવામાં આવી છે.

સ્વસ્થ, તંદુરસ્ત, યુવાઓ પર પહેલા કરાશે ટ્રાયલ

સંપૂર્ણપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી કોરોના રસીની ટ્રાયલ માટે કરવામાં આવી છે. અત્યારે 500 જેટલી વ્યક્તિ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસી આવી છે. જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા વ્યક્તિના ટ્રાયલ માટે નામની નોંધણી કરવામાં આવી છે.

કેન્દ્રીય નિષ્ણાંતોની ટીમ તબીબોને ટ્રેનિંગ આપશે

ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી નિષ્ણાંત વ્યક્તિઓ તમામ પ્રકારની ટ્રેનિંગ સોલા સિવિલના તબીબોને આપવા માટે ટૂંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે. આ તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ નિમાયેલી કમિટી અન્ય તબીબોને ટ્રેનીંગ આપી, તમામ પરિબળો, પડકારો અને માપદંડોથી સજ્જ કરવામાં આવશે.

કોરોનાની રસીના મહિનામાં બે ડોઝ અપાશે

ટ્રાયલ હાથ ધરવામાં આવનાર સ્વયંસેવકોને મહિને બે ડોઝ આપવામાં આવશે, એક ડોઝ આપ્યા બાદ તેની સતત દેખરેખ કરવામાં આવશે તેના શરીરમાં રસીના કારણે આવી રહેલા બદલાવ તેમજ તેની અસરોની સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ વ્યક્તિથી શરીરમાં થતા ફાયદા અને નુકસાન તેમજ તેની આડઅસરોની નોંધણી તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવશે. એક વર્ષ સુધી સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં આ રસીની ટ્રાયલ હાથ ધરવામા આવનાર હોવાનું આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું.

આગામી સમયમાં વ્યાપક ટ્રાયલ કરાશે

ગુજરાત રાજ્યમાં શહેર અને ગામડામાં રહેતાં નાગરિકો, સંપૂર્ણપણે સ્વસ્થ, વુદ્ધ, સૌ સ્વયંસેવકો, હેલ્થ વર્કરોને પણ આ રસીના ટ્રાયલ કરીને તેના પરિણામો ચકાસવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.