ETV Bharat / city

રાજ્યના 8 IAS કોરોના વાઈરસ બાબતે મુશ્કેલીઓ દૂર કરશે - પીએમ મોદી

રાજ્યમાં કોરોનાવાયરસને લઈને સ્થિતિ તંગ બની રહી છે. ત્યારે હાલનું આરોગ્ય વિભાગ તેને પહોંચી વળવામાં વામણું પુરવાર થતું હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇને મુખ્યપ્રધાન દ્વારા અગ્ર સચિવની હાજરીમાં એક બેઠક યોજી હતી. જેમાં રાજ્યના 8 આઈએએસ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. IAS અધિકારીઓ તેમને સોંપાયેલી કામગીરી અન્વયે અમદાવાદ, વડોદરા, સહિત રાજ્યના જિલ્લાઓમાં સ્થાનિક સંનિષ્ઠ અધિકારીઓ, શહેરી અને જિલ્લા તંત્રવાહકોની કામગીરીમાં માર્ગદર્શન કરશે અને મદદરૂપ થશે.

રાજ્યના 8 IAS કોરોના વાયરસ બાબતે મુશ્કેલીઓ દૂર કરશે

author img

By

Published : Apr 20, 2020, 8:03 PM IST

ગાંધીનગરઃ મુખ્યપ્રધાને 8 આઇ.એ.એસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમા પુનમચંદ પરમાર, અધિક મુખ્ય સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ નોવેલ કોરોના વાઇરસ Covid-19ના જે દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે તેમજ ગંભીર સ્થિતિમાં છે તેવા રાજયના તમામ દર્દીઓના આરોગ્યના મોનેટરિંગની તેમજ તે સંદર્ભમાં સિનિયર ડૉકટર્સ સાથે સંકલન કરી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ/મેડીકલ મેનેજમેન્ટ અંગેની કામગીરી કરશે.

રાજ્યના 8 IAS કોરોના વાયરસ બાબતે મુશ્કેલીઓ દૂર કરશે
મૂકેશ પુરી, અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની SVP હોસ્પિટલમાં નોવેલ કોરોના વાઇરસ Covid-19 સંદર્ભે હોસ્પિટલોમાં થઇ રહેલ તબીબી કામગીરીનું ઓવરઓલ સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને આરોગ્યતંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. એ. કે. રાકેશ, અધિક મુખ્ય સચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ અમદાવાદ જિલ્લાના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર સિવાય અન્ય તમામ વિસ્તારોમાં નોવેલ કોરોના વાઇરસ Covid-19ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાના હેતુથી કરવામાં આવતી આરોગ્યલક્ષી કામગીરી તેમજ ભોજન, અનાજ અને અન્ય આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે આયોજિત સમગ્ર કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.ડૉ. વિનોદ રાવ, સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ વડોદરાના સમગ્ર જિલ્લા – વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોવેલ કોરોના વાઇરસ Covid-19ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાના હેતુથી કરવામાં આવતી આરોગ્યલક્ષી કામગીરી તેમજ ભોજન, અનાજ અને અન્ય આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે આયોજિત સમગ્ર કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.મિલિન્દ તોરવણે, સચિવ, આર્થિક બાબતો, નાણાં વિભાગ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવનિર્મિત કોવિડ-૧૯ હોસ્પિટલ તેમજ મેડીસિટી કેમ્પસમાં આવેલ અન્ય હોસ્પિટલોમાં થઇ રહેલ તબીબી કામગીરીનું સંકલન કરશે. મનીષા ચંદ્રા, મહિલા અને બાળવિકાસ અને સચિવ, મહિલા અને બાળવિકાસ વિભાગ કોવિડ-૧૯ અન્વયે રાજ્યમાં સર્વેલન્સ એન્ડ ટ્રેકિંગ અંગેની કામગીરી કરશે. જેનુ દેવન, મેનેજિંગ ડિરેકટર, ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ., સુરત જિલ્લામાં લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં અંતિમ છૌરના, છેવાડાના ગરીબ, શ્રમિક વ્યક્તિને પણ કોઇ અગવડતા ન પડે અને ભોજન, અનાજ તેમજ અન્ય આવશ્યક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુરત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું સંકલન કરશે. દિલિપ રાણા, આદિજાતિ વિકાસ કમિશનર કોવિડ-19 હેલ્થકેર સેન્ટર સમરસ હોસ્ટેલ અમદાવાદ ખાતે થઇ રહેલી તબીબી કામગીરીનું સંકલન કરશે. રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં અંદાજે 4 હજાર ઊદ્યોગો કાર્યરત થયા છે. જેમા અમદાવાદ જિલ્લામાં 700, રાજકોટ જિલ્લામાં 600, સુરત જિલ્લામાં 150, કચ્છ જિલ્લામાં 750, વડોદરા જિલ્લામાં 200 અને મોરબીમાં 400 તેમજ ભરૂચ જિલ્લામાં 450 ઊદ્યોગો કાર્યરત થયા છે. લોકડાઉનની સ્થિતિમાં અંત્યોદય 66 લાખ ગરીબ પરિવારો જે NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેમના બેન્ક ખાતામાં આર્થિક આધાર રૂપે 1 હજાર રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે તેવી મુખ્યમંત્રીની જાહેરાતની બાદ આજે 20 એપ્રિલ, સોમવારથી આવા પૈસા-સહાય જમા કરાવવાનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આદિજાતિ વસતી ધરાવતા દાહોદ, છોટાઉદેપૂર, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આવા લાભાર્થીઓના બેન્ક ખાતામાં DBTથી સહાય જમા કરાવવાના ભાગરૂપે 6.50 લાખ રૂપિયા જમા કરાવાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.