- છેલ્લા 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 1 વડોદરા 4, સુરતમાં 3 અને રાજકોટ 00 કેસ
- રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 90,161 નાગરિકો વેક્સિન અપાઈ
15 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 90,161 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષ થી વધુ વયના 24,045 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 41,940 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,64,21,639 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 215
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 212 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 207 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.