- માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી
- કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરાઇ જાહેરાત
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં માં કાર્ડ ધારકોને લાભ થશે. માં કાર્ડની મુદ્દત હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ કરાઈ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને રાખીને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે માં કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
31 માર્ચના રોજ પૂરી થઈ હતી મુદ્દત
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત 31 માર્ચના રોજ પૂરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાનમાં રાખીને માં કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2021 સુધી લંબાવવામાં આવી હતી. જે હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
- રાજ્ય સરકાર દ્વારા અમલી "મા અમૃતમ કાર્ડ" યોજના બંધ નહી થાય, સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ સત્યથી વેગળાં : શિવહરે
- માં કાર્ડ મુદ્દે કોંગ્રેસે સરકારને લીધી આડે હાથ, હોસ્પિટલો દ્વારા રૂપિયા પડાવાતા હોવાનો આક્ષેપ
- આરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા
- સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર