ETV Bharat / city

પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા

કલોલના વકીલનો કોરોના મહામારીમાં અનોખો સેવાકીય અભિગમ સામે આવ્યો છે. જેમને પોતાની માતા માટે લાવેલા મ્યુકોરમાઈકોસીસ (mucormycosis)ના ઇન્જેક્શનનો ડોઝ અન્ય બે દર્દીઓને ઇમરજન્સીમાં સારવાર માટે ફ્રીમાં આપ્યા છે. જો કે, તેમના માતા અત્યારે સુરક્ષિત છે અને હોસ્પિટલમાંથી સારવાર લઈ રહ્યા છે. તેમને 3 ઇન્જેક્શન માતા માટેના રાખીને બાકીના આ બે પેશન્ટને 5-5 આપ્યા. જો કે તેમની માતા ધુળીબેન પટેલને અત્યારે ઇન્જેક્શન સરકાર તરફથી હોસ્પિટલમાંથી મળી રહ્યા છે.

પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા
પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા
author img

By

Published : May 25, 2021, 8:19 PM IST

  • માતાને પહેલા કોરોના અને પછી બ્લેક ફંગસ થયું
  • 13 ઇન્જેક્શન હોવાથી ફરી બીજા મળશે તેવું વિચારી આપ્યા
  • મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા 5-5 ઇન્જેક્શન ફ્રીમાં આપ્યા
  • અત્યારે માતાને હોસ્પિટલમાંથી જરૂર પૂરતા ઇન્જેક્શન મળી રહ્યા છે

ગાંધીનગર: હાલ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે કોરોનાની આડ અસર રૂપે મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) રોગ અન્ય રાજ્યો સાથે ગુજરાતમાં પણ ભરડો લઈ રહ્યો છે. આ રોગને મહામારી જાહેર કરાઈ છે, તેને રોકવા સરકાર દ્વારા પણ અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી ત્યારે હાલ સમાજ માટે એક પ્રેરણાદાયી કિસ્સો કલોલમાં સામે આવ્યો છે. જેમાં કલોલમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા ભાનુભાઇ પટેલે પોતાની માતા માટે લાવેલા ઇન્જેક્શનમાંથી અન્ય બે યુવાનોને 5-5 ઇન્જેક્શન આપી તેમની સારવાર ચાલુ કરાવી હતી.

અત્યારે માતાને હોસ્પિટલમાંથી જરૂર પૂરતા ઇન્જેક્શન મળી રહ્યા છે

આ પણ વાંચોઃ કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી

માતાને કોરોના વાઇરસ બાદ મ્યુકોરમાઈકોસિસ થયો

ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મારી માતાને કોરોના બાદ 15 દિવસ પછી મ્યુકોરમાઇકોસિસ થયો હતો. જેમના માટે મે ઇન્જેક્શન લાવીને રાખ્યા હતા. મને જાણવા મળ્યું કે, અન્ય બે યુવા દર્દીઓને પણ આજ બિમારી છે અને એમને આ ઈન્જેકશનના ડોઝ જરૂરી છે. તેવામાં મારી પાસે ઇન્જેક્શન હતા પરંતુ માતાની સારવાર પણ ચાલી રહી હતી. જો હું તેમને ઇન્જેક્શન ના આપુ તો તેમની સારવાર આગળ થઈ શકે તેમ નહોતી. જેથી મે તેમના માટે 5-5 ઇન્જેક્શન આપ્યા, જે મે ઇન્જેક્શન માતા માટે રાખ્યા. જે બાદ સરકાર દ્વારા પેશન્ટની જરૂરિયાત મુજબ ઇન્જેક્શન આપવાની શરૂઆત થઈ અને મારી માતાને પણ ઇન્જેક્શન મળી રહ્યા છે અને તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા

એક યુવાનની એવી હાલત હતી કે તેના માટે તેમના ગામના લોકો પૈસા ઉઘરાવી સારવાર કરાવી રહ્યા છે

ભાનુભાઈએ જણાવ્યું હતું કે, આ યુવાનોમાંથી એક યુવાનની તો એવી હાલત હતી કે તેના માટે ખુદ તેમના ગામના ઝુલાસણ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને બે લાખ રૂપિયા જેટલા ભેગા કર્યા હતા અને હોસ્પિટલમાં તેની સારવાર કરાવી રહ્યા છે. આ પ્રકારની વાત મને જાણવા મળતા મેં પણ આ રીતે તેમને મદદ કરવાનું નક્કી કર્યું. મારી માતાની સારવાર માટે 13 ઇન્જેક્શન રાખ્યા હતા પરંતુ મે એવા સમાચાર સાંભળ્યા હતા કે, સરકાર દ્વારા હોસ્પિટલમાં જે તે પેશન્ટને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન મળશે. જો કે મારી માતા ધૂળી બહેનને દિવસમાં એક જ ઇન્જેક્શનની જરૂર પડતી હતી. કેમ કે, આ રોગ માટે બે પ્રકારના ઇન્જેક્શન આવે છે. જેથી આ 13માંથી 5-5 ઇન્જેક્શન આ બે યુવાનોને આપ્યા.

આ પણ વાંચોઃ રેલવે વિભાગના પૂર્વ ક્લાસ વન અધિકારીને મ્યુકોરમાઇકોસિસના કારણે એક આંખ કાઢવી પડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.