- સવારે 10 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું
- 6 ઓગસ્ટના રોજ લેવાઇ હતી પરીક્ષા
- સીટ નંબર નાખી પરિણામ જોઈ શકાશે
ગાંધીનગર : ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી, ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ પરીક્ષાના 15 દિવસ બાદ એટલે કે આજે જોઈ શકાશે. જોકે, પરિણામ બાદના ગુણપત્રક શાળાઓને સીધા જ મોકલી આપવામાં આવશે.
આ પણ વાંચો :કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે મળી મંજૂરી
પરિણામ ન આવતા પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવાયો હતો
વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવી ગુજકેટની પરિક્ષાનું પરિણામ આજે આવી જશે. જો કે, આ પહેલા ગુજકેટનું પરિણામ નહી આવ્યું હોવાથી ધોરણ 12 સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 16 ઓગસ્ટથી વધારીને 22 ઓગસ્ટ સુધી કરવામાં આવી હતી. આ સિવાય 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની મુદ્દત 24 ઓગસ્ટથી વધારીને 1 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.