ETV Bharat / city

2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગ શરૂ થશે, રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કર્યો નિર્ણય - ગુજરાત હાઈકોર્ટ

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં સિંચાઈ અને પીવાના પાણી અને શાળાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો કેબિનેટ બેઠકમાં બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે 2 સપ્ટેમ્બર (ગુરૂવાર)થી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે.

2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગ શરૂ થશે, રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કર્યો નિર્ણય

author img

By

Published : Aug 25, 2021, 3:33 PM IST

  • રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે
  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં લેવાયો નિર્ણય
  • શરૂઆતમાં 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરાશે
  • ઓનલાઈન શિક્ષણ (Online Education) પણ ચાલુ જ રહેશે
  • શાળામાં બાળકોની હાજરી મરજિયાત રહેશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Vijay Rupani) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે કે 2 સપ્ટેમ્બર (ગુરૂવાર)થી રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે. આ સાથે જ આ બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી અને શાળાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો- GTU દ્વારા વિવિધ 20 નવા કોર્ષ શરૂ, ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકર જમીનમાં નવા 17 બિલ્ડીંગ તૈયાર થશે

જે બાળકે આવવું હશે તે જ શાળાએ આવી શકશે

બાળકોની હાજરીની વાત કરવામાં આવે તો, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Education Minister Bhupendrasinh Chudasama) કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 6થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 50 ટકા ક્ષમતા સાથે જ વર્ગો શરૂ કરી શકાશે. જ્યારે શાળામાં આવતા અને ભણતા બાળકો માટે હાજરી ફરજિયાત રહેશે નહીં. જે બાળકોને શાળાએ આવવું હશે તે બાળકો આવી શકશે. જ્યારે ઓનલાઈન શિક્ષણ (Online Education) યથાવત્ રાખવામાં આવશે. આથી બાકીના 50 ટકા બાળકો ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ (Online Education) મેળવી શકે. આ ઉપરાંત જે બાળક શાળાએ આવવા ઈચ્છતું હોય. તેમણે વાલીઓની લેખિત મંજૂરી બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો- કેબિનેટ બેઠકમાં વાહવાહી, 5 વર્ષની ઉજવણીનો હિસાબ સરકારે કર્યો રજૂ

શાળામાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે

અત્યારે કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી. ત્યારે આવા સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય કરાતા શાળાઓએ કોરોના ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન કરવું પડશે. એટલે કે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થતા તમામ શાળામાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. આ સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજિયાતપણે માસ્ક પહેરીને જ શૈક્ષણિક કાર્ય કરવું પડશે. આમ, કોરોના ગાઈડલાઈન્સ (Corona Guidelines) પ્રમાણે, સામાજિક અંતર (Social Distance) ફરજિયાતપણે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવી પડશે.

ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે

સરકાર ફી માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) જવાબ આપશે

રાજ્યના વાલી મંડળે સ્કૂલની ફી માફી બાબતે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પિટિશન દાખલ કરી છે ત્યારે આના જવાબમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama)એ જણાવ્યું હતું કે, વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાંથી (Gujarat High Court) મુદ્દે પિટિશન દાખલ કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રાજ્ય સરકારે શાળાની ફીમાં 50 ટકાની રાહત આપી હતી ત્યારે આ વખતે વધુ રાહત રાજ્ય સરકારે ન આપતા અને બીજો અન્ય કોઈ પરિપત્ર ન થતા વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.