ETV Bharat / city

લક્ઝુરીયસ ગાડીમાં વોચ રાખી, કરોડોની લૂંટ ચલાવી લૂંટારુ વિદેશ ટૂર પર ઉપડી ગયો - ગાંધીનગરકલોલ તાલુકા

કલોલ તાલુકાની આંગડિયા પેઢીમાં 8 શખ્સોએ ભેગા મળીને 2.10 કરોડની લૂંટ (Gandhinagar robbery) કરી હતી, જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે લૂંટનો મેસેજ પ્રાપ્ત થતા ટેકનિકલ સર્વેલન્સથી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

કલોલમાં 2.10 કરોડની લૂંટ, મુખ્ય આરોપી વિદેશ ભાગ્યો

author img

By

Published : Feb 10, 2022, 8:24 PM IST

ગાંધીનગર : ગાંધીનગરના કલોલ તાલુકાની આંગડિયા પેઢીમાં 2 ફેબ્રુઆરીના રોજ 8 શખ્સોએ ભેગા મળીને 2.10 કરોડની લૂંટ (Gandhinagar robbery) ચલાવી હતી, જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે લૂંટનો મેસેજ પ્રાપ્ત થતા અલગ અલગ 8 ટીમ બનાવીને ટેકનિકલ સર્વેલન્સ (Gandhinagar technical surveillance)થી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગાંધીનગર જિલ્લા SP મયુર ચાવડા (SP mayur chavda on Gandhinagar robbery)એ જણાવ્યું હતું કે, ગાંધીનગરના કલોલ તાલુકામાં થયેલી 2 કરોડ 10 લાખની લૂંટમાં મુખ્ય આરોપી ગૌતમ પટેલ લૂંટના બીજા જ દિવસે વિદેશ ભાગી ગયો છે, જ્યારે અત્યારે તેના દીકરા સૌરભ પટેલની ધરપકડ કરીને 1 કરોડની રકમ રિકવર કરી છે.

કલોલમાં 2.10 કરોડની લૂંટ, મુખ્ય આરોપી વિદેશ ભાગ્યો

રાજસ્થાનથી લૂંટ કરવા 3 આરોપીને ગાંધીનગર બોલાવ્યા

ગાંધીનગર મયુર ચાવડા પત્રકાર પરિષદને સંબોધતા કલોલના આંગળીયા પેઢી લુંટ બાબતે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ગૌતમ પટેલે આ સમગ્ર પ્લાનનું આયોજન કર્યું હતું. જ્યારે લૂંટ માટે ગૌતમ પટેલે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાંથી સ્પેશિયલ 3 માણસોને લૂંટ કરવા માટે કલોલમાં બોલાવ્યા હતા.

આ પણ વાંચો: કડીથી અમદાવાદ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડની લૂંટ

આરોપી વસંત આંગડિયા પેઢીથી માહિતગાર હતો

મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, વસંત ચૌધરી કે જે કડી ખાતે ઉઠા અને ભંગારનો ધંધો કરે છે અને પોતાના નાણાકીય વ્યવહાર માટે અવારનવાર એમએસ આંગડિયા પેઢીમાં જતો હતો અને પેઢીના નાણાકીય વ્યવહાર તથા કર્મચારીઓની આવક જાવકથી તે વાકેફ હતો, જેથી ગૌતમ પટેલ સાથે મળીને તેઓએ લૂંટની યોજના બનાવી હતી, જેમાં ગૌતમ પટેલે રાજુજી ઠાકોર મારફતે અન્ય 3 આરોપીઓને રાજસ્થાનના વીંછીવાડા ખાતેથી લુંટ કરવા માટે બોલાવ્યા હતા.

છાત્રાલ હાઇવે પર બની ઘટના

ઘટનાની વિગતવાર માહિતી આપતા ચાવડાએ જણાવ્યું હતું કે, લૂંટ દરમિયાન આરોપી વસંત ચૌધરીએ કડી છત્રાલ હાઈવે ઉપર પોતાની ટાટા હેરિયર ગાડી સાથે વોચ રાખેલી હતી. તે દરમિયાન જ આંગડિયા પેઢીના કર્મચારી તે જગ્યાએથી ગાડી લઈને જતા ગૌતમ પટેલ તેના સાગરિતો સાથે સુમો ગાડીમાં પીછો કરીને છત્રાલ હાઈવે પર આવેલ કરણ પેપરમીલ પાસે કર્મચારીને માર મારીને રોકડા 2 કરોડ અને 10 લાખ રૂપિયા લઈને નાસી છૂટયા હતા.

ધરપકડ થયેલ આરોપીઓ

વસંત ચૌધરી, રાજુ ઠાકોર, અનિલ ભાભોર, સંજય નિનામા, સૌરભ પટેલ

વોન્ટેડ આરોપીઓ

ગૌતમ પટેલ, ઈશ્વર ગામેતી, જયદીપસિંહ

લૂંટમાં પિતા પુત્ર બન્ને આરોપીઓ

2 કરોડ 10 લાખની લૂંટમાં પોલીસને એક મહત્વની કડી મળી છે, જેમાં ગૌતમ પટેલ અને તેના પુત્ર સૌરવ પટેલ આ લૂંટમાં મુખ્ય આરોપી છે. લૂંટ બાદ ગૌતમ પટેલ રાજસ્થાનથી જે 3 માણસો લૂંટવા માટે બોલાવ્યા હતા, તેઓને 5-5 લાખ રૂપિયા આપીને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અમુક ગણતરીની રકમ લઈને તે વિદેશ ભાગી ગયો છે, જયારે ગૌતમ પટેલના પુત્ર સૌરભ પટેલની ધરપકડ થઈ છે અને પૂછપરછ બાદ સામે આવ્યું છે કે, લૂંટમાં થયેલ રોકડ રૂપિયા 40 લાખ અત્યારે કબજે કરવામાં આવ્યા છે અને આશરે 10 લાખ સૌરભ પટેલે દેવું ચૂકતે કરવામાં બેન્કમાંથી દાગીના છોડાવવા તથા LIC પ્રીમિયમ ભરવા BPL માટે ખર્ચ કરેલ છે. આમ કુલ 1 કરોડની રકમ અત્યારે રિકવર કરાવી છે અને હજુ પણ 75 લાખ રૂપિયા વધારે પૂછપરછ બાદ કવર કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast 2008 : અમે 20 દિવસ ઘર જ જોયું ન હતું ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ જ અમારું ઘર હતું-મયુર ચાવડા

4 દિવસમાં લૂંટનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર એસટી મુવી વધુમાં જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીના મોડી રાત્રે આ લૂંટની અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ 8 ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ કરીને રાતદિવસ લૂંટનો ભેદ ઉકેલવા માટેની ટીમો કાર્યરત હતી, જેમાં ફક્ત ગણતરીના 5 દિવસમાં સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાયો છે, જેમાં 3 આરોપી પકડવાના બાકી અને વોન્ટેડ આરોપીઓમાંથી 2 આરોપીઓ વિદેશમાં ભાગી ગયા છે. વિદેશમાં કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓને પરત લાવવાની તજવીજ પણ ગાંધીનગર પોલીસે હાથ ધરી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.