રાજ્ય સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. હવે ગુજરાતનો કોઈપણ લાયસન્સ ધારક પોતાનું લાયસન્સ રીન્યુ અથવા ડુપ્લીકેટ મેળવવા માટે રાજ્યની કોઈ પણ આરટીઓમાં અરજી કરીને ત્યાંથી તેઓ લાયસન્સ મેળવી શકશે.
આ બાબતે ટ્રાન્સપોર્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિયમ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ વ્યક્તિ અન્ય કોઈ ગુજરાતની આરટીઓમાં અરજી કરીને તેઓ સરળતાથી લાયસન્સ મેળવી શકશે. જ્યારે આ નિર્ણયથી લોકોનો જે સમય બગડતો હતો. તે પણ હવે બગડશે નહીં સાથે જ તેઓ સરળતાથી કામ કરી શકશે.
જ્યારે મોટા શહેરોમાં એકજ આરટીઓ હોવાને કારણે ત્યાં વધુ પડતું કામનું ભારણ જોવા મળતું હતું. તે હવે કામનું ભારણ પણ ઓછું થશે .વિધાનસભા સત્રમાં આ પ્રકારના નિયમ લઇ આવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ નિર્ણય રાજ્યમાં થવાથી હવે લાયસન્સ ધારક વગર સમય બગાડી અને આસાનીથી પોતાનું લાયસન્સ અન્ય જિલ્લામાંથી અથવા તો અન્ય આરટીઓમાંથી સરળતાથી મેળવી શકશે.