ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના વારસના દર્દીના હાથમાં અને ઘરે પોસ્ટરો લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે રાજ્યના અગ્રસચિવ કક્ષાના અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ થાય નહીં, એ માટે હવે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઇલ થયેલા વ્યક્તિના હાથમાં એક સૂચના લખવામાં આવશે. આ ઉપરાંત કોરોન્ટાઇલ થયેલા વ્યક્તિના ઘરની બહાર પણ ખાસ સૂચના ધરાવતું બોર્ડ લગાવવામાં આવશે. જેથી સામાન્ય વ્યક્તિ અથવા જે તે સોસાયટીના રહીશો કોરોના વાઇરસથી સચેત રહે. આ બોર્ડમાં "DO NOT VISIT HOME UNDER QUARANTINE" લખેલું હશે. જેથી લોકો સાવચેત રહી શકે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત, બરોડા, રાજકોટ અને કચ્છ જેવા શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. જ્યારે આ તમામ શહેરોમાં 6000થી વધુ લોકોને કોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા છે. જેથી કોરોના વાઇરસ વધુ વકરે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પાર્થ જાનીનો ગાંધીનગરથી ખાસ અહેવાલ