ETV Bharat / city

દૂધના પાવડરની નિકાસ માટે સરકાર કિલો દીઠ 50 રૂપિયાની સહાય આપશે: નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે એટલે કે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂપિયા 50ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

ETV BHARAT
સરકાર દૂધના પાવડરની નિકાસ માટે કિલો દીઠ 50 રૂપિયાની સહાય આપશે
author img

By

Published : Oct 13, 2020, 9:09 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂપિયા 50ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે, ત્યારે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂપિયા 1,850 કરોડની કિંમતનો 90,000 મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. જેનું સીધું નુકસાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. જેથી પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકસાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે. જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકસાન સહન આવશે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી. જેને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી.આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોએ CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકારે, 1 નવેમ્બર 2020થી 6 મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવે, તે પાવડર પર પ્રતિ કિલો 50 રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં રૂપિયા 150 કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે. જેના કારણે લગભગ 50,000 મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે. જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતાં દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે. આ સાથે જ દૂધ સંઘોની આવકમાં પણ વધારો થશે.

સરકાર દૂધના પાવડરની નિકાસ માટે કિલો દીઠ 50 રૂપિયાની સહાય આપશે

વધુમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર 8થી 10 રૂપિયા વધુ ભાવ મળે જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહીં પડે. જેનો સીધો લાભ 36 લાખ પશુપાલક પરિવારોને થશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પશુપાલકોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત વર્ષે દૂધના પાવડરના 1 કિલોના ભાવ રૂપિયા 140 હતા. જે રૂપિયા 300 થઇ જતાં સમગ્ર દેશના લાખો પશુપાલકોને ફાયદો થયો હતો. અંદાજે 10 લીટર દૂધમાંથી 1 કિલો પાવડર બને છે, એટલે 90,000 ટન જેટલો સ્ટોક દૂધ સંઘો પાસે છે. હાલ પાવડરનો પડતર ભાવ રૂપિયા 250થી રૂપિયા 260 છે અને બજાર ભાવ રૂપિયા 160થી રૂપિયા 170 છે.

રાજ્યના સહકારી સંઘો પાસે ઉપલબ્ધ વધારાના સ્કીમ મિલ્ક પાવડરના જથ્થામાંથી 50,000 મેટ્રીક ટન પાવડર પર કિલોદીઠ રૂપિયા 50ની સહાય 6 માસના સમયગાળા માટે અપાશે. આ સહાય રૂપિયા 150 કરોડની મર્યાદામાં આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.