ETV Bharat / city

સરકાર હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમડેસીવીર ઇન્જેક્શન - રેમડેસીવીર

સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન મળી રહેતા હતા, પરંતુ હવેથી ગવર્મેન્ટ હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.

પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે કરી રજૂઆત
પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે કરી રજૂઆત
author img

By

Published : Apr 14, 2021, 3:54 PM IST

  • ક્રિટીકલ પેશન્ટને મળશે ઇન્જેક્શન
  • પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે કરી રજૂઆત
  • જરૂરિયાત છે તેમની યાદી બહાર પડાશે

ગાંધીનગર: સરકારે જે હોસ્પિટલમાં MOU કરી બેડ ફાળવ્યા છે. તેમાં સિરિયસ પેશન્ટને ઇન્જેક્શન મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે સરકારને રજૂઆત કરી હતી. જેથી 20માંથી 8 પેશન્ટને ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવું અશોક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

ક્રિટીકલ પેશન્ટને મળશે ઇન્જેક્શન

આ પણ વાંચો: સુરત ફાયર વિભાગની લાલ આંખ, ક્ષતિગ્રસ્ત 3 કોવિડ હોસ્પિટલના MoU તાત્કાલિક રદ્દ

સીરીયસ છે અને જરૂરિયાત છે તેમની યાદી બહાર પડશે

પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ કહ્યું કે, પહેલા સરકારી હોસ્પિટલમાં જ ઇન્જેક્શન જથ્થો મળતો હતો, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોનાનો સ્કોર ઊંચો છે. તેને પણ ઇન્જેક્શન મળવા જોઈએ. જે માટે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. આજે એના અનુસંધાને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેથી સરકાર સાથે MOU થયેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ગાંધીનગરમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેવું તેમને કહ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલો સાથે કરેલા બેડના કરાર આજથી રદ થશે

ગાંધીનગરમાં ઇન્જેક્શન માટે દોડા દોડી નહીં કરવી પડે

હોસ્પિટલને જથ્થો મળે તે માટે યાદી તૈયાર કરીને આપવાની રહેશે. તેમાં શરત મુજબ 20 બેડની હોસ્પિટલમાંથી 8 પેશન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ પણ જે જરૂરિયાત અને ક્રિટિકલ પેશન્ટ છે તેમને જ અપાશે. જેથી ગાંધીનગરમાં લોકોને દોડા દોડી નહીં કરવી પડે. ફક્ત સરકાર હેઠળની MOU થયેલી હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.