ETV Bharat / city

વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ: ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું - ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા (Vadodara)માં 24 વર્ષની LLBની વિદ્યાર્થિની સાથે થયેલા ચકચારી દુષ્કર્મ કેસ (Vadodara High Profile Rape Case)માં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) આરોપી રાજુ ભટ્ટ (Raju Bhatt)ને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું. આરોપી રાજુ ભટ્ટે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી છે. રાજુ ભટ્ટે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

author img

By

Published : Oct 1, 2021, 6:42 PM IST

  • નિસર્ગ કોમ્પ્લેક્ષ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું
  • નિસર્ગ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર-903નો હની ટ્રેપ માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો
  • રાજુ ભટ્ટે ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ યુવતી સાથે શારીરિક સંબંધો હોવાનું કબૂલ્યું

વડોદરા: હરિયાણાની 24 વર્ષની યુવતી પર હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ (High Profile Rape Case)ના કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ની સમક્ષ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું કબૂલ્યું હતું. દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ રિકન્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી રાજુ ભટ્ટે (Raju Bhatt) પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, પોતે યુવતીને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શરીર સુખ માણ્યાની કબૂલાત કરી છે.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ

આ ઉપરાંત હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાનો રાજુ ભટ્ટે સ્વીકાર કર્યો છે. આરોપી રાજુ ભટ્ટે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. યુવતીના નિવેદનના આધારે મૂળ ફરિયાદમાં પોલીસે IPCની 377મી કલમ ઉમેરી છે. IPCની 377મી કલમ હેઠળ કોઈપણ વ્યક્તિ સાથે અકુદરતી રીતે શરીર સંબંધ બાંધવો ગુનો છે. આ ઉપરાંત પોલીસે IPCની 376 (એન) (કે)ની કલમ પણ ઉમેરી છે. પોલીસે એક જ યુવતી ઉપર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવાની કલમ ઉમેરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રાજુ ભટ્ટને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

ફ્લેટનો ઉપયોગ અધિકારીઓને ખુશ રાખવા માટે થતો હતો

ઉલ્લેખનીય છે કે ગુનામાં સંડોવાયેલા બંને નરાધમોએ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટ નં-903માં LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ફ્લેટનો ઉપયોગ અશોક જૈન અધિકારીઓને ખુશ રાખવા માટે કરતો હોવાનું જાણવા મળ્યું છે. બળાત્કારનો ભોગ બનેલી પિડીતાને આરોપી અશોક જૈને જ નિસર્ગ કોમ્પ્લેક્ષનો 903 નંબરનો ફ્લેટ ભાડે અપાવ્યો હતો. તે મકાનનો ઉપયોગ અધિકારીઓ તેમજ કેટલાક નામાંકિત ગર્ભશ્રીમંતોના રંગરેલીયા માટે થતો હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લેટમાં લગાવવામાં આવેલા ગુપ્ત કેમેરાઓમાં રંગરેલીયા મનાવનારા અનેક લોકોના ચલચિત્રો ઉતર્યા હોવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો: Vadodara High profile Rape Caseની તપાસ હવે SIT કરશે

આ પણ વાંચો: વડોદરા હાઈ પ્રોફાઈલ રૅપ કેસ: આરોપી રાજુ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.