ETV Bharat / city

13 ઓગસ્ટ દેશની સ્ક્રેપ પોલિસી જાહેર થશે, પીએમ મોદી એમઓયુ સમયે આપશે વર્ચ્યુઅલ હાજરી - PM Modi

13 ઓગસ્ટના દિવસે મહાત્મા મંદિર ખાતે વિદેશની સફરે પોલિસીની જાહેરાત જ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપશે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.

13 ઓગસ્ટ દેશની સ્ક્રેપ પોલિસી જાહેર થશે, પીએમ મોદી એમઓયુ સમયે આપશે વર્ચ્યુઅલ હાજરી

author img

By

Published : Aug 11, 2021, 8:06 PM IST

  • 13 ઓગસ્ટના દિવસે જાહેર થશે સ્ક્રેપ પોલિસી
  • મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે
  • ભાવનગરમાં થનારા સ્ક્રેપ સેન્ટરના થશે એમઓયુ
  • કેન્દ્રીય પરિવાહનપ્રધાન નીતિન ગડકરી રહેશે ગાંધીનગરમાં

    ગાંધીનગર : દેશમાં વાહનોની સંખ્યાને મર્યાદિત કરવા અને ઇલેક્ટ્રિક વાહન અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં સમગ્ર દેશની પોલિસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે એક ખાસ પ્રકારના એમઓયુ પણ સાઈન કરવામાં આવશે તે દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે.

    ભાવનગર ખાતે સ્ક્રેપ સેન્ટર શરૂ થશે

    વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ફક્ત ભાવનગરના અલંગ ખાતે જ સ્ક્રેપ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે. જે સમગ્ર દેશનું પ્રથમ સેન્ટર ભાવનગર ખાતે તૈયાર કરવામાં આવશે. ત્યારે આ બાબતે ખાસ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવશે. આ એમઓયુ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહે તેવી માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.

    દેશના 200થી વધુ ઓટોમોબાઇલ ડીલરને આમંત્રણ

    રાજ્ય સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 13 ઓગસ્ટના દિવસે જે પોલિસીની જાહેરાત થવાની છે. તેમાં સમગ્ર દેશના 200થી વધુ ઓટોમોબાઇલ ડીલરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્ક્રેપ પોલિસીની જાહેરાત સમયે દેશના મહત્ત્વના ઔટોમોબાઇલ ડીલર પણ મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે.

રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો

વર્ષ 2000-2001

ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994

કુલ વાહનો 55,76,040

વર્ષ 2001-2002

ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856

કુલ વાહનો 60,07,969

વર્ષ 2002-2003

ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086

કુલ વાહનો 65,08,370

વર્ષ 2003-2004

ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597

કુલ વાહનો 70,87,640

વર્ષ 2004-2005

ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149

નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123

કુલ વાહનો 78,17,272

નવી પોલિસીમાં પ્રદૂષણમાં થશે રાહત

કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસીની જો વાત કરવામાં આવે તો જૂના વાહનોમાં વધુ ધુમાડો છોડવાના કારણે પ્રદૂષણમાં વધુ માત્રામાં વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થાય છે. જ્યારે નવા વાહનની તુલનામાં જૂના વાહનો વધુ પ્રમાણમાં પ્રદૂષણ છોડતા હોય છે, ત્યારે આ નવી પોલિસીના કારણે 15 વર્ષ કે 20 વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે. જ્યારે દેશ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન મળે તેને ધ્યાનમાં લઈને પણ પોલિસી લાવીને ઇલેક્ટ્રિક વાહનો વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

રાજ્યમાં 3,29,97,291 વાહનો સ્ક્રેપમાં જશે?

કેન્દ્ર સરકારની નવી આવી રહેલ સ્ક્રેપ પોલિસી પ્રમાણે 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાના નિયમો કરાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ વર્ષ 2000થી વર્ષ 2005 સુધીમાં રજિસ્ટર થયેલા 3,29,97,291 વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ આવી જશે. આ ઉપરાંત એવા અનેક વાહનો ગુજરાતના શહેરોના રસ્તા ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી રહ્યાં છે કે જેનું રજિસ્ટ્રેશન વર્ષ 1991થી 1999 વચ્ચે થયું હોય તેવા વાહનો હજી કાર્યરત છે. ત્યારે રાજ્યમાં પાંચ કરોડથી વધુ વાહનો સ્ક્રેપમાં જાય તેવી સંભાવનાઓ નવી આવી રહેલી પોલિસીને આધીન લાગી રહી છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો

આ પણ વાંચોઃ ભાવનગરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા હિલચાલ થઈ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.