ETV Bharat / city

ઇલેક્શન એક્સપ્રેસ: વર્ષ 2022 પહેલા તમામ શહેરમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા બાબતે ચર્ચા - The completion of the project was discussed in all the cities before the year 2022

ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાના કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ગીફ્ટ સીટી ક્લબ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું.

ઇલેક્શન એક્સપ્રેસ
ઇલેક્શન એક્સપ્રેસ
author img

By

Published : Sep 10, 2021, 5:00 PM IST

  • રાજ્ય સરકારે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • રાજ્યની 7 મહાનગરપાલિકા વિસ્તારમાં કામ પુરા કરવાની અપાઈ સૂચના
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર રહ્યા બેઠકમાં હાજર

ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકા જેવી કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢના કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ગીફ્ટ સીટી ક્લબ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

વર્ષ 2022 પહેલાં ક્યાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી તેને બાકાત રાખીને તમામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરની કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને વિશ્વ કક્ષામાં પહોંચાડવાના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2022 સુધીમાં તમામ મહાનગરપાલિકામાં સ્કીમ યોજના અને તમામ યોજનાનો વહેલી તકે અમલ થાય અને સાથે જ કોર્પોરેશન દ્વારા તમામ પ્રોજેક્ટનો વહેલી તકે ઉપયોગ થાય તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાનગરપાલિકામાં ગેરકાયદેસર દબાણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવું અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવાના પ્લાન્ટ તૈયાર કરવાની પણ ચર્ચા કરાઇ હતી.

ઇલેક્શન એક્સપ્રેસ

વર્ષ 2022 પહેલાં આવાસ યોજના ઝડપી બનાવો

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાની શરૂઆત કરી છે અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને બેઠકમાં તમામ શહેરોમાં આવાસ યોજનાને વેગ આપવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક શહેરમાં ફાયર બ્રિગેડના સાધનો મળી રહે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.

શહેરો બનશે ફાટકમુક્ત

ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરો ફાટક મુક્ત બને તે બાબતે આયોજન પણ કર્યું છે, જ્યારે આ તમામ કામકાજ વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પૂરા કરવાની સૂચના પણ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આપવામાં આવી છે, ત્યારે અગાઉ પણ વર્ષ 2017ની ચૂંટણી પહેલાં પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન પણ ફાટક મુક્ત ગુજરાતની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.