ETV Bharat / city

Monsoon session શરૂ થાય તે પહેલા મુખ્યપ્રધાને ગુજરાતના સાંસદોને લખ્યો લેટર - Tauktae

સંસદનું ચોમાસુ સત્ર (monsoon session) 19 જુલાઇથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના સાંસદોને લેટર લખ્યો છે. ગુજરાતનું સારું ચિત્ર રજૂ થાય અને ગુજરાતનું ગૌરવ વધે તે પ્રકારે પ્રશ્નોત્તરીકાળમાં રજૂઆત કરવા માટે ગુજરાતના સાંસદોને લેટરમાં જણાવ્યું છે.

Cm
Cm
author img

By

Published : Jul 18, 2021, 10:10 PM IST

સોમવારથી શરૂ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર

ગુજરાતનું સારું ચિત્ર રજૂ થાય તે માટે લખ્યો લેટર

તૌકતે અને કોરોનામાં સરકારે કરેલી કામગીરીનો લેટરમાં ઉલ્લેખ કર્યો

ગાંધીનગર: 19 જુલાઈથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર બાદ સંસદનું મોનસૂન સત્ર (monsoon session) શરૂ થવા જઇ રહ્યુ છે. તેને લઈને ગુજરાતના રાજ્ય સરકાર અને લોકસભાના બંને સાંસદોને મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) એ પત્ર લખ્યો છે. પત્રની અંદર ગુજરાતમાં કપરા કોરોના કાળ અને આપત્તિજનક આવેલા તૌકતે વાવાઝોડામાં સરકારે કરેલી કામગીરીનો અહેવાલ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધે તે પ્રકારે પ્રશ્નોતરી કાળ અને પ્રવચનમાં રજૂઆત કરવા પત્રની અંદર ઉલ્લેખ કરાયો છે. સરકારે કરેલી કામગીરી આ સત્રમાં રજૂ કરવા તેમને લેટરમાં જણાવ્યું છે.

એક સમયે રાજ્યમાં આવતા 13થી 14,000
કોરોનાના કેસો ઘટી 50ની અંદર થયા

એક સમયે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો 13થી 14,000 આવતા હતા. હોસ્પિટલોમાં પેશન્ટની લાઈનો લાગતી હતી કોરોના ટેસ્ટિંગ ( corona testing) માટે પણ મોટી સંખ્યામાં લોકોનો ધસારો હતો. ગુજરાત રાજ્યમાં કપરી સ્થિતિ કોરોનાની હતી ત્યારે અત્યારે જોવા જઈએ તો કોરોના પર કંટ્રોલ આવી ગયો છે. અત્યારે રાજ્યમાં કોરોનાના 50થી પણ ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. 3 કરોડની નજીક લોકોનું વેક્સિનેશન પણ થઇ ચૂક્યું છે.

ત્રીજી લહેર માટે અત્યારથી હોસ્પિટલો ઉભી કરવામાં આવી

ત્રીજી લહેરની સંભાવના છે તે પહેલાં જ અત્યારથી હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. નવા વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક વગેરેની તૈયારીઓ સરકારે અત્યારથી જ કરી દીધી છે. જોકે, એક સમયે 108ની લાંબી લાઈનો, હોસ્પિટલની બહાર ઓક્સિજન અને સારવાર ન મળતા દમ તોડી દેતા કોરોનાના દર્દીઓ વગેરેના કારણે સરકારની કામગીરીની નિંદા પણ થઈ હતી. જેથી તેને લઈને પણ સંસદમાં સવાલો ઉઠી શકે છે.

આ પણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે : ઓમ બિરલા

તૌકતે વાવાઝોડા સામે સરકારે ઉત્તમ પ્રકારની કામગીરી કરી હતી

ગુજરાત ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમ સાથે સંભવિત વાવાઝોડાનો સામનો કરવા કટિબદ્ધ બન્યું હતું. એક લાખથી વધુની સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. NDRF, FDRFની ટીમ તહેનાત કરવામાં આવી હતી. એ સમયે કોરોનાના કેસો પણ વધુ હતા જેથી કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો તેને લઈને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: 19 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?

અવિરત પૂરવઠો મળી રહે તે માટે ક્રિટિકલ રુટ તૈયાર કરાયો

આ સંજોગોમાં કોવિડના દર્દીઓને ધ્યાને લઈ કચ્છ, જામનગર,ભાવનગર સહિતના જિલ્લામાં 85થી વધુ ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો અવિરત પૂરવઠો મળી રહે તે માટે ક્રિટિકલ રુટ તૈયાર કરાયો હતો. NDRFની 26થી વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ઉત્તમ પ્રકારની કામગીરી કરી સરકારે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વાવાઝોડાના ગયા બાદ પણ તમામ અધિકારીઓને કામે લગાડી ફરીથી તમામ પ્રકારની સુવિધાઓ જલ્દી શરુ કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.