ગાંધીનગર: રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા સાંધાના કાયદાને મંજૂરી આપી હોવાનું જણાવતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત અશાંતના વિસ્તારમાંની મિલકત તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા વાયદાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. જેના પરિણામે ગુજરાતના અશાંત વિસ્તારોમાં મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યારે ભાડૂઆતોને જગ્યા ખાલી કરાવવામાં પણ રક્ષણ મળશે.
રાજ્યમાં આ કાયદાના અમલથી સ્થાવર મિલકતની ગેરકાયદેસર તબદીલીઓ પર નિયંત્રણ આવશે અને કાયદેસર માલિકોના સંબંધોનો રક્ષણ થશે. આ અધિનિયમની જોગવાઈનું અસરકારક અમલ થાય પણ જાહેર કરાયેલા વિસ્તારના રહીશોની સુરક્ષાની જાળવણી સુનિશ્ચિત થાય સામાજિક સમરસતા જળવાઇ રહે વિસ્તારના રહીશોને સુરક્ષા અને સલામતીની ભાવના જળવાઈ રહે તે માટે આ કાયદામાં અનેક જોગવાઇઓ સાથે સુધારા કરવામાં આવ્યા છે.
પ્રદિપસિંહએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કાયદાના સુચારૂ અમલ અને દેખરેખ અને સલાહ માટે સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ અશાંત વિસ્તારોમાં લોકોને યોગ્ય જળવાઈ રહે છે કે કેમ તેની ચકાસણી મૂલ્યાંકન કરવાનું રહેશે, તેમજ આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સમિતિ રાજ્ય સરકારને સલાહ પણ આપશે.
જ્યારે કલેકટરના નિર્ણયના નારાજ થયેલા કોઈપણ નાગરિક રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી શકશે, તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. જે તે અશાંત વિસ્તારમાં આવેલી મિલકતની તબદીલીના કેસમાં કરેલા કામોને રિવિઝનમાં લઈને કરવામાં આવેલ હુકમની કાયદેસરતા અથવા તો હુકમ કરવા માટે અપનાવવામાં આવે, કાર્યરીતિથી યથાર્થતા ચકાસી અને તબદીલી અસર પામેલા વ્યક્તિઓને સાંભળીને યોગ્ય લાગે તેવા હુકમ કરી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા કાયદામાં જો કાયદાનું ઉલ્લંઘન કરશે તો કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગુનો સાબિત થાય તો 3થી 5 વર્ષની સજા અને 1 લાખ અથવા મિલકતની જંત્રી કિંમતના 10 ટકા બેમાંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે.