ETV Bharat / city

સજ્જતા સર્વેક્ષણ મામલો: શૈક્ષણિક સંઘનો દાવો 90 ટકા શિક્ષકો નહિ આપે પરીક્ષા, પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો 1 લાખથી વધુ ટીકીટ કરાઈ ડાઉનલોડ

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની પરીક્ષા યોજવાનું આયોજન આજથી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા આ પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બન્ને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ પરીક્ષા અંગે અલગ-અલગ દાવા કરી રહ્યું છે.

સજ્જતા સર્વેક્ષણ મામલો
સજ્જતા સર્વેક્ષણ મામલો
author img

By

Published : Aug 24, 2021, 1:09 PM IST

Updated : Aug 24, 2021, 5:43 PM IST

  • રાજ્યમાં શિક્ષકોની સજ્જતા પરીક્ષા
  • શૈક્ષણિક સંઘ દ્વારા પરીક્ષાનો વિરોધ
  • પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સપોર્ટ
  • રાજ્યમાં 1.75 લાખમાંથી 1 લાખથી વધુ શિક્ષકોએ પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરી

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની પરીક્ષા યોજવાનું આયોજન આજથી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા આ પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 1.75 લાભ શિક્ષકોમાંથી એક લાખથી વધુ શિક્ષકોએ પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી હોવાનો દાવો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષક સંઘ દ્વારા 90 ટકા શિક્ષકો પરીક્ષા નહીં આપે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- અરવલ્લી જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા યોજાઈ, 340 જેટલા ઉમેદવારોએ આપી હાજરી

શિક્ષકોના સ્વમાનમાં પરીક્ષાઓ નહિ આપે : હર્ષદ પટેલ

રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ હર્ષદ પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકોના આંખોમાંની વાત સાથે પરીક્ષાનું પરિણામ છે, ત્યારે શિક્ષણ વિભાગે ઝવેરચંદ નામની પરીક્ષાની સિસ્ટમ ઊભી કરી છે, જેમાં એક બેન્ચ દીઠ એક શિક્ષક પરીક્ષા આપશે. સ્ટ્રોંગરૂમ અને સીસીટીવી સાથે પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

શિક્ષકોના આત્મસન્માનનો ઠેસ પહોંચાડી હોવાનો પણ આક્ષેપ કરસન પટેલે કર્યો

સર્વેક્ષણ પહેલા યોજીને રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોના આત્મસન્માનનો ઠેસ પહોંચાડી હોવાનો પણ આક્ષેપ કરસન પટેલે કર્યો હતો, જ્યારે પરીક્ષા આપનારા શિક્ષકોને સંદેશ આપતા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોના આત્મસન્માન જ ન લાગે તે રીતે પરીક્ષા આપશે, ત્યારે જે લોકો પરીક્ષા નથી આપી રહ્યા તેવા શિક્ષકો અને પરિવારો આજે સમગ્ર દિવસમાં ઉપવાસ કરીને શિક્ષણ વિભાગની કામગીરીનો વિરોધ કરશે.

રાજ્યમાં 1 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હોલ ટીકીટ

જ્યારે પરીક્ષા આપતા શિક્ષકો વતી ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના ગાંધીનગર જિલ્લાના આગેવાન ગૌતમ પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એક લાખથી વધુ શિક્ષકોએ આજે પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. એક લાખથી વધુ શિક્ષકોએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે, જ્યારે આ પરીક્ષા આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ભૂતકાળમાં પણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા કસોટી લેવામાં આવતી હતી, ત્યારે આ પરીક્ષા સિવાય વધારાની કોઈપણ પરીક્ષા આપવાની રહેશે નહીં, સાથે જ કોઇપણ વધારાની તાલીમ પણ લેવામાં આવશે નહીં. આમ આ પરીક્ષાથી જે તે વિષયના શિક્ષકોએ પોતાના જ વિષયની પરીક્ષા આપવાની રહેશે, જેથી વિદ્યાર્થીઓને પણ આવનારા સમયમાં ફાયદો થશે.

આ પણ વાંચો- મહેસાણામાં 210 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે, સૌથી વધુ 40 જગ્યા વિજ્ઞાન પ્રવાહમાં ભરાશે

પરીક્ષા મરજીયાત ફરજીયાત નહિ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આખો દિવસ રાજ્યના શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પરીક્ષા ફરજિયાત હોવાનું નિવેદન જાહેર કર્યું હતું અને મોડી સાંજે રાજ્યના શિક્ષણ વિભાગે પણ પરિપત્ર સત્તાવાર રીતે જાહેર કરીને પરીક્ષા ફરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ શિક્ષકોની સજ્જતા પરીક્ષા ફરજિયાત હોવાનું પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે.

Last Updated : Aug 24, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.