- વિધાનસભા ખાતે ટીબી હારેગા દેશ જીતેગા કાર્યક્રમનું આયોજન કરાયું
- 2025 સુધી ટીબી મુક્ત ભારતનું વડાપ્રધાનનું સપનું
- Ngo સાથે જોડાઈ થશે કાર્યક્રમો
ગાંધીનગર : વિધાનસભા ખાતે ટીબી હારેગા દેશ જીતેગા કાર્યક્રમનું આયોજન (Commitment to a TB free India) કરવામાં આવ્યું હતું, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, નરેશ પટેલ સહિતના પ્રધાનો વગેરે પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત કરવાનો સંકલ્પ (TB Free India By 2025) છે, ત્યારે આ લક્ષ્યને પહોંચી વળવા માટે ગુજરાતમાં કયા પ્રકારનું આયોજન કરવું તેને (Central Government's Resolution) લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
રોગને નાબૂદ કરવા મફત સારવાર કરવામાં આવી રહી છે
આ અંગે વધુમાં જણાવતા વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દેશમાં 25 લાખ જેટલા ટીબીના દર્દીઓ છે, હાલ અત્યાધુનિક સારવાર તેમને આપવામાં આવી રહી છે. ટીબીની સારવાર રાજ્યભરમાં લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે, અને આ રોગને નાબૂદ કરવા સારવાર મફત કરવામાં આવી રહી છે.
દુનિયાનો સંકલ્પ 2030 સુધી ટીબી મુક્ત કરવાનો છે
આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, દુનિયાનો સંકલ્પ 2030 સુધી ટીબી મુક્ત કરવાનો છે, જ્યારે ભારતનો 2025 સુધીનો સંકલ્પ છે, જેથી આગામી સમયમાં સામાજિક સંસ્થાઓ, NGO (Non governmental organizations) વગેરે સાથે જોડાઈને ટીબી મુક્ત કરવાનો પ્રયાસ કરીશું, જેમાં ધારાસભ્યોને પણ જોડવામાં આવશે. ટીબીની દવાઓ માટે મહિને રૂપિયા 500 ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં 1000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ 1,50,000 કેસો છે, જેમાં તમામની સારવાર થઈ રહી છે.
રોજના 60થી 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે
આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, બીજી લહેરમાં જે રીતે કોરોનાના કેસો જોવા મળ્યા હતા, તે રીતે ઓમીક્રોનના કેસો મોટી સંખ્યામાં જોવા નથી મળ્યા પરંતુ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું ર્છે. રોજના 60થી 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, જોકે તેની સામે એક્ટિવ કેસો પણ 350 જેટલા છે. છેલ્લા પંદર દિવસમાં 40 કેસોનું ટેસ્ટિંગ થયું છે. વિદેશથી આવતા હાઈ રિસ્ક લગભગ 20 જેટલા દેશોમાંથી આવેલા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મેડિકલ સ્ટાફના વિરોધ મામલે તેમની માંગણીને લઈને ચર્ચા ચાલી રહી છે
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ (Medical and paramedical staff)દ્વારા તેમની માંગણીને લઇને વિરોધ કરવામાં આવી રહી છે તેને લઈને જણાવ્યું હતું કે, ડોક્ટરોની માંગ પર હાલ ચર્ચા ચાલી રહી છે. ડોક્ટરને લાભ મળે તેને લઈને નાણા વિભાગ સાથે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: