ETV Bharat / city

ગટરમાં ઉતરીને સફાઈ નહીં કરે સફાઈકર્મી, રોબોટ કરશે કામ, ટૂંકસમયમાં રાજ્યભરમાં આપીશું: નીતિન પટેલ - ગાંધીનગર કોર્પોરેશન

વિધાનસભાના સત્રમાં ગટરમાં ગૂંગળાઈ જવાના કારણે કેટલા સફાઇ કર્મચારીના મોત થયાં તે બાબતે અનેક વખત સરકાર અને વિપક્ષ સામસામે આવી જતાં હોય છે. હવે આગામી દિવસોમાં રાજ્યના સફાઈ કર્મચારીઓને ગટરમાં ગૂંગળામણથી મોત ન થાય તે માટે રાજ્ય સરકારે હવે એક એવું મશીન ખરીદ્યું છે. જેનાથી હવે સફાઈ કર્મચારીઓને ગટરમાં નહીં ઉતરવું પડે અને તેઓનું ગૂંગળામણથી મોત પણ નહીં થાય. આ મશીન જ ગટરમાં 8 ફૂટ અંદર જઈને સાફસફાઈ કરશે.

ગટરમાં ઉતરીને સફાઈ નહી કરે સફાઈકર્મી, રોબોટ કરશે કામ, ટૂંકસમયમાં રાજ્યભરમાં આપીશું :  નીતિન પટેલ

author img

By

Published : Nov 9, 2020, 4:31 PM IST

Updated : Nov 9, 2020, 6:53 PM IST

  • સરકારે વસાવ્યું રોબોટિક મશીન
  • રોબોટ કરશે ગટરની સફાઈ
  • હવે ગૂંગળામણથી સફાઈ કર્મચારીનું મોત નહીં થાય
  • પ્રથમ મશીન ગાંધીનગર કોર્પોરેશનને અપાયું
  • બેન્ડીકુટ મશીન 8 ફૂટ અંદર જઇને સફાઈ કરશે, કેમેરાથી દેખરેખ થશે

    ગાંધીનગર : ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ એની સામે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મશીનના લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે આ મશીનની અંદર ખાસ કેમેરા પણ ગોઠવવામાં આવ્યાં છે. જેથી કેમેરાની મદદથી જ્યાં કચરો જામ્યો હશે ત્યાંથી પણ કચરાનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત અંદર ગેસનું પ્રમાણ હોય છે ત્યારે આ મશીનની અંદર એવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ગેસનું પ્રમાણ કેટલું છે તે પણ જાણી શકાશે અને તે ગેસનો પણ નિકાલ કરી શકાશે. આ મશીન ગટરની અંદર 8 ફૂટ નીચે જઈને સાફસફાઈ કરી શકે છે જેથી હવે આગામી સમયમાં કોઈપણ સફાઈ કર્મચારીઓનું ગૂંગળામણથી મોત નહીં થાય.
    રાજ્યના સફાઈ કર્મચારીઓને ગટરમાં ગૂંગળામણથી મોત ન થાય તે માટે રાજ્ય સરકારે હવે એક એવું મશીન ખરીદ્યું છે

  • પ્રથમ મશીન ગાંધીનગર કોર્પોરેશનને ફાળવાયું, આગામી સમયમાં તમામ કોર્પોરેશનમાં આપવામાં આવશે

    લોકાર્પણ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રથમ મશીન જે સાબરમતી કંપની દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યું છે તે ગાંધીનગર કોર્પોરેશનને ફાળવવામાં આવ્યું છે. જ્યારે આ મશીનની કામગીરી અને રિવ્યુ થયા બાદ વધુ મશીનો માટેના ઓર્ડર આપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યભરમાં અન્ય કોર્પોરેશન અને અન્ય વિસ્તારોમાં મશીનોથી કામ શરૂ કરવામાં આવશે.

  • એક મશીનની કિંમત 38.50 લાખ

    ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલ મશીનની કિંમત 38 લાખની આસપાસ હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવી રહ્યું છે. આ સંપૂર્ણ ઓટોમેટિક મશીન હોવાથી કોઈપણ સફાઈ કર્મચારીએ ગટરમાં ઉતરવાનો વારો આવશે નહીં. સાથે જ કોઈપણના મોત પણ થશે નહીં. આમ આ મશીન હાઇટેક હોવાથી ગણતરીની મિનિટોમાં સાફસફાઈ ઝડપી થઈ શકશે.

Last Updated : Nov 9, 2020, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.