ETV Bharat / city

કોઈ અધિકારીઓએ મળવા આવવું નહીં, હું ટૂંક સમયમાં જિલ્લા પ્રવાસ કરીશ : હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો આજે સત્તાવાર રીતે ઓફિસમાં ચાર્જ લઇ રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ચેમ્બરમાં માં ભારતીની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને 1.10એ વિધિવત રીતે ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો.

હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન
હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન
author img

By

Published : Sep 18, 2021, 4:27 PM IST

  • રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ ગ્રહણ કર્યો
  • જિલ્લામાં હાજર રહેલા અધિકારીઓએ શુભેચ્છા આપવા આવવું નહિ તેવી સૂચના અપાઈ
  • સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપવાની આપી માહિતી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો આજે સત્તાવાર રીતે ઓફિસમાં ચાર્જ લઇ રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ચેમ્બરમાં માં ભારતીની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે જ મીડિયાને સંબોધતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે જે અત્યારે જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ શુભેચ્છા આપવા માટે ગાંધીનગર આવવું નહીં, પરંતુ હું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને જિલ્લાની માહિતીઓ પ્રાપ્ત કરીશ.

હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન

પૂર્વ રાજયકક્ષાના ગૃહપ્રધાન સાથે 1.15 મિનિટનું લેશન લીધું

ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, ચાર્જ લેતા પહેલા વિજય રૂપાણીના સરકારના તમામ પ્રધાનો સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમના આશીર્વાદ લઈને હું ઓફિસમાં ચાર્જ લેવા માટે આવ્યો હતો. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મને ગૃહવિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે, ત્યારે પૂર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે 1.15 કલાકનું લેશન લઈને તમામ માહિતીઓ પ્રાપ્ત કરીને વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો છે.

હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન
હર્ષ સંઘવી રાજ્યકક્ષાના ગૃહપ્રધાન

સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ આપવા કરાઈ અપીલ

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સંઘવીએ ચાર્જ લેતાની સાથે જ સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ વ્યક્તિએ કે અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલ- 2 માં શુભેચ્છા માટે બુકે લઈને આવવું નહીં. હર્ષ સંઘવીએ વિનંતી સાથે અપીલ કરી હતી કે, કોઈએ પણ શુભેચ્છા આપવા માટે સમયનો બગાડ કરીને શુભેચ્છા આપવી નહીં, જ્યારે જે લોકો શુભેચ્છા આપવા માંગે છે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપી શકે છે.

પરિવારના તમામ સભ્યો રહ્યા હાજર
પરિવારના તમામ સભ્યો રહ્યા હાજર

પરિવારના તમામ સભ્યો રહ્યા હાજર

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન તરીકે હર્ષ સંઘવી ચાર્જ સંભાળે તે દરમિયાન પુરા પરિવાર સાથે હર્ષ સંઘવી સ્વર્ણિમ સંકુલ- 2 માં પહોંચ્યા હતા અને પ્રથમ માળે તેઓને ફાળવવામાં આવેલી ઓફિસમાં વિધિવત રીતે તેની પૂજા-અર્ચના કર્યા બાદ ગણેશ સ્થાપના કરીને ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે હર્ષ સંઘવીએ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત મારા માતા-પિતાને લઈને ગાંધીનગર આવ્યો છું અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન તરીકે મારા માતા-પિતાના આશીર્વાદ લઈને જ હું મારો ચાર્જ સંભાળી રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.