ETV Bharat / city

State Food Safety Index 2021 22 : ગુજરાતે મેળવી બે સિદ્ધિ, નવી દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાને એનાયત કર્યા એવોર્ડ - FSSAI

ગુજરાતને નવી દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાના (Union Minister Mansukh Mandviya ) હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. “સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ-2021-22 ’’માં (State Food Safety Index 2021 22 ) સમગ્ર દેશમાં ગુજરાતને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સાથે “ઇટ રાઇટ ચેલેન્જ’’ (Eat Right Challenge) રાજ્યોમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે શહેરોમાં વડોદરા સમગ્ર દેશમાં ત્રીજો ક્રમે આવ્યું છે.

State Food Safety Index 2021 22 : ગુજરાતે મેળવી બે સિદ્ધિ, નવી દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાને એનાયત કર્યા એવોર્ડ

author img

By

Published : Jun 8, 2022, 9:58 PM IST

નવી દિલ્હી -ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ’’માં (State Food Safety Index 2021 22 )દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ 2021-22માં 77.50 ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાના (Union Minister Mansukh Mandviya )હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે 2021-22ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે.

આ પણ વાંચોઃ National Water Award: વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત

ઇટ રાઇટ ચેલેન્જમાં પહેલો નંબર - આ ઉપરાંત કેન્દ્ર સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. “ઇટ રાઇટ ચેલેન્જ”માં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી 75 જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના 5 શહેરો અને 19 જિલ્લાઓ એમ કુલ-24 જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challenge માં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે (Winner of Eat Right Challenge Vadodara ) સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં બેવડી સિદ્ધિ હાંસલ કરી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવાયું હતું.

સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ-2021-22 અને  ઇટ રાઇટ ચેલેન્જ એવોર્ડ

આ પણ વાંચોઃ Indore Commissioner Pratibha Pal : 6 એવોર્ડ મેળવ્યા બાદ હવે અમે એર ક્વોલિટી અને વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કરીશું

સતત ચોથા વર્ષે જાળવ્યો અગ્રતાક્રમ - ઔષધ નિયમન તંત્રના કમિશનરે વધુ વિગતો આપતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્સ (State Food Safety Index 2021 22 ) માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પર્ફોરમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે. આ માપદંડોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજિસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ તમામ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પુરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતે આ અગ્રતાક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.