ETV Bharat / city

પ્રદેશ ભાજપની 2 દિવસીય ચિંતન બેઠક પૂર્ણ

author img

By

Published : Dec 13, 2020, 11:00 PM IST

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 12 અને 13 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપની 2 દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
ભાજપની ચિંતન બેઠક
  • ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની 1 દિવસીય ચિંતન બેઠક યોજવામાં આવી હતી
  • આ બેઠકમાં ભાજપ પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
  • બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિગતવાર ચર્ચા અને આયોજન કરાયું

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 12 અને 13 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપની 2 દિવસીય ચિંતન બેઠક યોજાઇ હતી. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ ભાજપની 2 દિવસીય ચિંતન બેઠક પૂર્ણ

સી.આર.પાટીલે પેજ કમિટીની રચના પર ભાર મુક્યો

આ ચિંતન બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ સંગઠનના વિગતવાર આયોજન તેમજ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો.

કૃષિ સુધારા બિલ પર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં 8 પત્રકાર પરિષદ અને 9 ખેડૂત સંમેલનો કરવામાં આવશે

આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂતોનું આત્મનિર્ભર થવું અનિવાર્ય છે અને દેશના કરોડો ખેડૂતોના ઉત્થાન માટે, તેમની પ્રગતિ માટે, આવક બમણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે, તે અંગે ભાજપ કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં 8 પત્રકાર પરિષદ અને 9 ખેડૂત સંમેલનો કરવામાં આવશે.

ETV BHARAT
ભાજપની ચિંતન બેઠક

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઇને ઇન્ચાર્જ અને પ્રવક્તાઓની નિમણૂક

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા અને ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને 5 પ્રદેશ પ્રવક્તાઓ, ઝોન પ્રવકતાઓ અને 31 જિલ્લામાં, જિલ્લા દીઠ 2 ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે.

અટલ બિહારી વાજપેયીનો જન્મદિન શુસાશન દિવસ તરીકે ઉજવાશે

25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપ દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ બૂથમાં વાજપેયીજીના જીવન કવન, સંભારણા અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા દીઠ વર્ચ્યુઅલ બેઠકોનું આયોજન કરાશે.

દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિન સમર્પણ દિવસ

11 ફેબ્રુઆરીએ જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નિર્વાણ દિનને પ્રદેશ ભાજપ દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.