ETV Bharat / city

શ્રાવણ માસમાં મંદિરોમાં લાગુ કરાશે SOP, દ્વારકા મંદિર જન્માષ્ટમીના દિવસે બંધ રહે તેવી શકયતાઓ - Dwarkadhish temple SOP

ગુજરાતમાં 10 ઓગસ્ટથી શ્રાવણમાસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ પવિત્ર માસ દરમિયાન થતા લોકમેળા અને વિશેષ દર્શન માટે રાજ્ય સરકાર SOP લાગુ કરશે. રાજ્યના દ્વારકાધીશ મંદિર અને અંબાજી મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થાનો પર પણ કોરોનાની ગાઈડલાઈનનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર
author img

By

Published : Aug 3, 2021, 4:20 PM IST

  • રાજ્ય સરકાર શ્રાવણ માસની ઉજવણી બાબતે જાહેર કરશે SOP
  • જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર બંધ રહે તેવી શક્યતાઓ
  • સોમનાથ મંદિરમાં ટોકન સિસ્ટમ લાગુ થશે

ગાંધીનગર : 10 ઓગસ્ટથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યના દ્વારકા, સોમનાથ, ડાકોર અને અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે. કોરોના સંક્રમણની ત્રીજી લહરને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા મંદિરમાં ભીડને કંટ્રોલ કરવા બાબતે ખાસ SOP તૈયાર કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાશે.

આ પણ વાંચો- દ્વારકાધીશ મંદિરમાં ભક્તો વગર ઉજવાશે જન્માષ્ટમી, શ્રદ્ઘાળુઓમાં નિરાશા

જગતનાથ દ્વારકાધીશ મંદિર બંધ

દ્વારકાના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર કોઈપણ ભાવિક ભક્તો પ્રવેશી ન શકે તે માટે બે દિવસ મંદિર બંધ રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે હજુ સરકાર તરફથી ચોક્કસ આદેશ મળ્યા બાદ આ બાબતની જાહેરાત કરવામાં આવશે. જન્માષ્ટમીમાં જે ધાર્મિક પૂજાવિધિ થાય છે તેમાં પણ મંદિરના જ ગણતરીના લોકોની હાજરીમાં જ ધાર્મિક પૂજાવિધિ કરવામાં આવશે. જ્યારે કોઈપણ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

સોમનાથ મંદિરમાં ટોકન સિસ્ટમ, આરતીમાં ભક્તોનો સમાવેશ નહિ

શ્રાવણ માસમાં અને એમાં પણ શ્રાવણ માસના સોમવારને સોમનાથ મહાદેવનું અતિ મહત્વ ગણવામાં આવે છે. ત્યારે સોમનાથ મંદિરમાં કોરોનાને ધ્યાનમાં લઈને મંદિરમાં સિસ્ટમથી દર્શન કરવામાં આવશે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં થતી આરતીમાં કોઈપણ ભાવિક ભક્તોને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી જે સૂચનાઓ મળશે તે પ્રમાણે જ મંદિરનું આયોજન કરવામાં આવશે.

ગયા વર્ષે તમામ મંદિરો રાખવામાં આવ્યા હતા બંધ

ગયા વર્ષે શ્રાવણમાસમાં મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા અને ધાર્મિક પૂજાવિધિ ફક્ત ગણતરીના લોકોની હાજરીમાં જ કરવામાં આવી હતી. ત્યારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા SOPની જાહેરાત કરાય તેવી પણ શક્યતાઓ છે. આ વર્ષે પણ સાતમ-આઠમના દિવસોમાં મંદિરમાં સંક્રમણ ન થાય અને ભીડ ન વધે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ખાસ SOP જાહેરાત પણ કમિટીની બેઠકમાં કરવામાં આવશે.

લોકમેળા નહિ યોજાય

શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હવે કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા લોકમેળાની મંજૂરી આપવામાં નહીં આવે. ત્યારે અગાઉ પણ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે, લોકમેળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ અઘરું હોય છે. તેથી આ પ્રકારના નિવેદન પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, રાજ્ય સરકાર લોકમેળા બાબતે કોઈપણ પ્રકારની મંજુરી આપશે નહીં.

આ પણ વાંચો- ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 5 જૂન સુધી રહેશે બંધ

અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો રદ થશે

શ્રાવણ મહિના બાદ ભાદરવા મહિનામાં પણ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો ભરાતો હોય છે, ત્યારે કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાની દહેશત વચ્ચે રાજ્ય સરકાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને પણ કોઈપણ પ્રકારની મંજુરી આપશે નહીં. આમ સતત બીજા વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ્દ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.