- રાજ્યભરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો
- એકસાથે મોટી સંખ્યામાં લોકો થઈ રહ્યા છે સંક્રમિત
- કોરોના ગાઈડલાઈનના ધજાગરા કે પછી નવા સ્ટ્રેઈનની અસર?
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં ફરી વખત માથું ઉંચકી રહેલા કોરોનાથી સૌ કોઈ ચિંતિત છે. જોકે, કોરોનાના બીજા તબક્કામાં લોકો વધારે સરળતાથી સંક્રમિત થતા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ IIMમાં એકસાથે 70 કેસ, વડોદરાના નવનિયુક્ત મેયર સહિત ઇન્કમટેક્સના 25 કર્મચારીઓ અને સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 70 પોઝિટિવ કેસ નોંધાયા છે.
70 પોઝિટિવ કેસો નોંધાતા અમદાવાદ IIMના 80 રૂમ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવાયા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં (IIM) છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને AMC દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. IIM અમદાવાદમાં 80 રૂમના 70 વિદ્યાર્થી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવાઈ ચૂક્યા છે. જે તમામ લોકોનો કોરોના ટેસ્ટ થશે. આ સાથે જ IIMમાં હજુ પણ કોરોના સંક્રમણ વધવાની શક્યતા દર્શાવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
વડોદરાના નવનિયુક્ત મેયર સહિત ઈન્કમટેક્સના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
છેલ્લા કેટલાક દિવસથી રાજકારણીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ સાંસદ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વડોદરાના સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે નવનિયુક્ત મેયર કેયુર રોકડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિલ આવ્યો છે. આ સિવાય રેસકોર્સ ખાતે આવેલા ઈન્કમટેક્સ વિભાગમાં એક સાથે 25 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર કોરોનાના ત્રણ દર્દીઓ સામે પોલીસ ફરિયાદ
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં 70 નવા પોઝિટીવ કેસ મળ્યા
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં નોંધાયા છે. ત્યારે સુરતમાં સૌથી વધારે કેસ ટેક્સટાઈલ માર્કેટમાંથી આવી રહ્યા છે. તાજેતરમાં માર્કેટમાંથી 70 જેટલા પોઝિટિલ કેસ મળી આવતા ટેક્સ્ટાઇલ માર્કેટમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સુરત મહાનગરપાલિકાના વેપારીઓ કાપડ માર્કેટ શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવા અનુરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત મંગળવારે સુપરસ્પ્રેડરોના કરાયેલા કોરોના ટેસ્ટિંગમાં એકસાથે 34 રીક્ષાચાલકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા