ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election )ના હવે દિવસો ગણાય રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકારને ગણતરીના દિવસો બાકી છે. જેથી હવે મુખ્યપ્રધાન સહિત પ્રધાનો પોતાના મત વિસ્તારમાં અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત ( Government Of Gujarat busy with PM Modi ) જોવા મળી રહ્યા છે. જેમાં હવે સચિવાલયમાં પણ સોમવારના દિવસે મુલાકાતીઓનો ઘસારો ખૂબ ઓછો ( Secretariat Movement Decreased ) જોવા મળ્યો છે. ત્યારે 20 ઓક્ટોબર બાદ આચાર સંહિતા લાગુ ( Election Code of Conduct )થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
ઓક્ટોબર માસના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં જાહેર થશે ચૂંટણી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election )ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ચારેય ખૂણામાં કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાત મુહૂર્તના કામ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હવે 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ મળતી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકારનો લોન્ચિંગનો કાર્યક્રમનું આયોજન સરકારી દ્વારા કરવામાં આવ્યું નથી. જે પણ કાર્યક્રમ અને પ્રોજેક્ટનું લોકાર્પણ હતું તે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની જાહેરાત ( Announcement of Assembly Elections ) સત્તાવાર રીતેે કરવામાં આવશે.ત્યારે 20 ઓક્ટોબર બાદ આચાર સંહિતા લાગુ ( Election Code of Conduct )થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ સાથે વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે પ્રોટોકોલ પ્રમાણે ગુજરાતના મુખ્યપ્રધાન તેમની સાથે રહે છે. વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે ચૂંટણી પહેલાંનું આ સરકાર દ્વારા લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરીને જાહેર જનતાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહેતા હોવાના ( Government Of Gujarat busy with PM Modi ) કારણે સચિવાલયમાં હાજર રહી શકતાં નથી. જેના કારણે મુખ્યપ્રધાનને મળવા આવનારા લોકોને ધરમનો ધક્કો ખાવાનો વારો ( Secretariat Movement Decreased ) આવે છે.
સીએમઓ દ્વારા કરવામાં આવે છે જાહેરાત મુખ્યપ્રધાન જ્યારે જ્યારે સચિવાલયમાં હાજર રહે છે તેના એક દિવસ પહેલા જ સીએમઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે અને કયા કારણોસર તેઓ સચિવાલયમાં હાજર ( Government Of Gujarat busy with PM Modi ) રહી શકતા નથી તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે રવિ સોમ અને મંગળના દિવસે છે. જ્યારે સોમવાર અને મંગળવાર જાહેર જનતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને પોતાના પ્રશ્નોની ફરિયાદ કરતા હોય છે. ત્યારે મંગળવારના દિવસે વધુ લોકોને પરત ફરવું ન પડે જેથી એક દિવસ પહેલા જ કોઈએ સચિવાલય આવવું નહીં તેવી જાહેરાત કરવામાં આવે છે.
અન્ય પ્રધાનો પણ વ્યસ્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય અન્ય કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રજાનો પણ પોતાના મત વિસ્તારમાં વધુ સમય પસાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election )જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યકક્ષાના પ્રધાન અને કેબીનેટ કક્ષાના પ્રધાનો પોતાના મત વિસ્તારમાં ઉપરાંત રાજ્યમાં અનેક જગ્યાએ કાર્યકરો ધ્યાનમાં રાખીને હવે ગણતરીના જ પ્રધાનો સચિવાલયમાં ( Government Of Gujarat busy with PM Modi ) જોવા મળી રહ્યા છે. જ્યારે ફક્ત બુધવારે કેબિનેટના દિવસે જ પ્રધાનો એક સાથે જોવા મળશે.
હવે ફક્ત ગણતરીની કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકો હવે ગણતરીની જ મળશે. ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબર બાદ ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly Election ) ચૂંટણીની સત્તાવાર ( Announcement of Assembly Elections ) જાહેરાત થવાની શક્યતાઓ છે. ત્યારે કેબિનેટ બેઠકની વાત કરવામાં આવે તો 13 ઓક્ટોબર અને 20 ઓક્ટોબર આમ બે જ વખત હવે કેબિનેટ બેઠક મળશે. આમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વધુમાં વધુ ત્રણ જ કેબિનેટ બેઠક મળશે.
સીએમનો ટાઈમ જ મળ્યો નહી રાજ્યના લારી ગલ્લા પાથરણા સંઘના અધ્યક્ષ રાકેશ મહેરીયાએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 'છેલ્લા એક વીકથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવાનો પ્રયત્ન કરવાનો ચાલુ છે. જ્યારે આજે અમને સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના કાર્યક્રમને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મળી શક્યા ( Government Of Gujarat busy with PM Modi ) નથી. જ્યારે રાજ્ય સરકાર આગામી દિવસમાં લારી ગલ્લા પાથરણા કાયદો રાજ્ય સ્તરે લાગુ કરે, પડતર કેસો પાછા ખેંચવામાં આવે, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા હપ્તા રાજ રદ કરવામાં આવે.'
શિક્ષકો ચોટીલાથી પદયાત્રા કરીે ગાંધીનગર પહોંચ્યા 201 કી.મીનું અંતર કાપી દિવ્યાંગ શિક્ષકો પોતાની ત્રણ માગણી લઇ મુખ્યપ્રધાનને રજુઆત કરવા પહોંચ્યા હતાં. સ્પેશિયલ એજ્યુકેટરની માગણીની વાત કરવામાં આવે તો લગધીરભાઈ મેરે જણાવ્યું હતું કે 'દિવ્યાંગ બાળકોને સતત શિક્ષણ માટે કાયમી સ્પેશિયલ એજ્યુકેટરની શાળા કક્ષાએ ભરતી કરવામાં આવે. રાજ્યમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત 1084 સ્પેશિયલ એજ્યુકેટર સહિત જિલ્લા iedco અને rci માં દર્શાવેલ પે ગ્રેડ મુજબ સળગ સેવા કરવી.'
દિવ્યાંગ બાળકોને માસિક સન્માન રાશિ આપવાની માગ લગધીરભાઈ મેરે જણાવ્યું હતું કે ' 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને માસિક 3 હજાર દિવ્યાંગ માસિક સહાય અને નિરાધાર અને એક વાલીવાળા દિવ્યાંગ બાળકોને માસિક સન્માન રાશિ આપવાની માગ કરવામાં આવી છે. ભારત સરકારના ગેજેટ પ્રમાણે જે શાળામાં એક દિવ્યાંગ બાળક અભ્યાસ કરતું હોય તો તે શાળામાં સ્પેશ્યલ એજયુકેટરને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવે. પરંતુ રાજ્યની શાળામાં ભારત સરકારના ગેજેટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન થતું નથી. રાજ્યમાં 20,000 એવી સ્કૂલ છે જેમાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે પણ આ શાળામાં સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવામાં આવી નથી. અમારી માગણી છે કે 20,000 સ્કૂલમાં સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક ( Appointment of Special Educator ) કરવામાં આવે.'