ETV Bharat / city

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ

ગુજરાત વિધાનસભા ગૃહમાં MSME એકમોની મંજૂરી અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે એમ.એસ.એમ.ઈ. એકમોનું વધુ ને વધુ નિર્માણ થાય તે માટે ઇકોનોમિકલ સર્કલ ડેવલપ કરવા સરકાર પ્રયત્નશીલ છે. MSME એકમોના માલિકોને સ્થાપનાના પ્રથમ 3 વર્ષ સુધી પરવાનગીઓ અને NOC મેળવવામાંથી મુક્તિ આપી નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.

રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે : સૌરભ પટેલ

author img

By

Published : Mar 17, 2021, 8:37 PM IST

  • બે વર્ષમાં નવસારી જિલ્લામાં 105 MSME એકમોને રૂપિયા 1143 34 લાખની સહાય
  • ઘનકચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ દ્વારા કરવામાં આવે છે
  • NOC મેળવવામાંથી મુક્તિ આપી નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે

ગાંધીનગર : દેશને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSME(માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ)ને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલી ઉદ્યોગ વિભાગની નવી પોલિસીમાં પણ આ ક્ષેત્ર અંતર્ગત અનેક લાભોની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત કેપિટલ સબસિડીની પણ વિશેષ રાહતો આપવામાં આવી છે.વિધાનસભાગૃહમાં આ વિષયે પૂછાયેલાં પ્રશ્નોના જવાબ સૌરભ પટેલે આપ્યાં હતાં.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તક એવા ખાણ ખનીજ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી

નવસારી જિલ્લામાં 1143.34 લાખની સહાય

સૌરભ પટેલે ગૃહમાં નવસારી જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં MSME એકમોની અરજી અંગે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતાં ઉમેર્યું કે ઔદ્યોગિક નીતિ 2015 અંતર્ગત કેપિટલ સહાય યોજના હેઠળ નવસારી જિલ્લામાં એમ.એસ.એમ.ઈ એકમોની 108 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે અંતર્ગત 105 એકમોને 1143.34 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યની જેલોમાં 53,937 કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય આપવામાં આવી

દર 3 માસે સ્વચ્છતા બાબતે રિવ્યુ કમિટી મળે છે : નીતિન પટેલ

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઘનકચરા તથા વ્યવસ્થાપન અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનને સાકાર કરવા પગલાં લીધા છે. તે અંતર્ગત સંબંધિત જિલ્લા કલેકટરોને દર 3 માસે આ અંગે રિવ્યૂ કરવાની સત્તા અને જવાબદારી આપી છે. ઘનકચરાના નિકાલની જગ્યા સંદર્ભે નીતિન પટેલે જણાવ્યું હતું કે હવે ઘનકચરાના નિકાલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલિંગ કરી, ફરી ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓમાં ઘનકચરા સંદર્ભે મહુવા નગરપાલિકામાં 25, પાલીતાણા નગરપાલિકા-25, ગારીયાધાર-18 તેમજ વલ્લભીપુર-3 ટન કચરાનો નિકાલ સરકારી સાધનો દ્વારા પ્રોસેસિંગ દ્વારા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.