ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી બાબતે ગાંધીનગર પોલીસ દ્વારા કુલ ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ચાર ડીવાયએસપી 10 પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓ રાજ્યસભાની ચૂંટણીમાં હાજર રહેશે. આ સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સભાની ચૂંટણી હોવાના કારણે આજથી જ માત્ર ગેટ નંબર એક અને ચાલતી જ પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત સચિવાલયના ગેટ નંબર ૪ ૬ અને ૭ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આમ રાજ્યસભાની ચૂંટણીમાં કોઇપણ પ્રકારનું અજુગતું ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે.
રાજ્યસભા ચૂંટણી : 4 DYSP અને 10 PI સહિત 300થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે - રાજ્યસભા ઇલેક્શન
ગુજરાત રાજ્યની ખાલી પડેલ પાંચ રાજ્યસભાની બેઠક પર શુક્રવારે મતદાન યોજાવાનું છે ત્યારે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો વિધાનસભા અને સચિવાલય સંકુલમાં કુલ ૩૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ તેના કરવામાં આવશે. આ સાથે જ આરોગ્ય વિભાગના તમામ પ્રોટોકોલ પ્રમાણે જ પોલીસ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ફરજ બજાવશે.
![રાજ્યસભા ચૂંટણી : 4 DYSP અને 10 PI સહિત 300થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે રાજ્યસભા ચૂંટણી : 4 DYSP અને 10 PI સહિત 300થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7665392-thumbnail-3x2-bandobast-7204846.jpg?imwidth=3840)