ETV Bharat / city

ભુપેન્દ્ર સરકારના પ્રવક્તાઓની નિમણૂક, અન્ય પ્રધાનોને મીડિયા સાથે વાતચીત ન કરવા ફરમાન - Education Minister Jitu Vaghani

રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel )ની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરાયા બાદ કેબિનેટ પ્રધાનથી લઈને અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે, ત્યારે આજે 22 સપ્ટેમ્બરના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પ્રવક્તાઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા ( Spokesperson of Gujarat Government ) તરીકે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ( Law Minister Rajendra Trivedi ) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ( Education Minister Jitu Vaghani ) ની નિમણૂક કરવામાં આવી છે, આ ઉપરાંત બેઠકમાં તમામ પ્રધાનોને પોતાના વિભાગ સિવાય અન્ય કોઇ પણ બાબતે મીડિયા સાથે વાતચીત નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

Rajendra Trivedi and Jitu Vaghani appointed as a spokesperson
ભુપેન્દ્ર સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની પ્રવક્તા તરીકે નિમણૂક
author img

By

Published : Sep 22, 2021, 5:42 PM IST

  • ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રવક્તાઓની નિમણૂક કરવામાં આવી
  • કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની નિમણૂક
  • રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel )ની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પ્રવક્તાઓ ( Spokesperson of Gujarat Government )ની નિમણૂક કરવામાં આવી છે, રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી( Education Minister Jitu Vaghani ) અને મહેસૂલ તથા કાયદા વિભાગના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી( Law Minister Rajendra Trivedi )ની કેબિનેટ બેઠકમાં સત્તાવાર રીતે પ્રવક્તા તરીકેની જાહેરાત કરવામાં આવી છે, આથી સરકારના આગામી સમયના તમામ પ્રશ્નોના જવાબ તથા વિપક્ષના આક્ષેપોનો પ્રતિસાદ માટે કેબિનેટ કક્ષાના પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદી નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય પ્રધાનોને આપવામાં આવી સૂચના

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં બે પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને પોતાના વિભાગ સિવાય અન્ય કોઇ પણ બાબતે મીડિયા સાથે વાતચીત નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત પ્રધાનોએ અન્ય માહિતી અથવા તો નિવેદન આપતા રાજ્ય સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે, ત્યારે આવી ઘટના ફરીથી ન બને તે માટે તમામ પ્રધાનોને માહિતી આપવામાં આવી છે.

વિપક્ષના તમામ જવાબો હવે પ્રવક્તા આપશે

વિપક્ષ દ્વારા વારંવાર સરકારના કામકાજ પર આક્ષેપો કરવામાં આવતા હોય છે, ત્યારે આ સંજોગોમાં આક્ષેપનો જવાબ હવે સરકારમાંથી તમામ વિભાગ વતી કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને મહેસૂલ તથા કાયદા વિભાગના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આપશે.

રૂપાણી સરકારમાં નીતિન પટેલ હતા પ્રવક્તા

વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા, આમ હવે ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં પ્રવક્તા તરીકેની રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.