ગાંધીનગરઃ ગુજરાતની નવરાત્રિ અને ગરબા એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત (Navratri of Gujarat is world famous) છે. ત્યારે નવરાત્રિના (Gujarat Navratri 2022) ગણતરીના દિવસો પછી વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત પણ થઈ (Gujarat Assembly Election 2022) શકે છે. તેવામાં ચૂંટણીમાં રંગેચંગે પ્રચાર કરવા માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. તો હવે કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી નવરાત્રિ દરમિયાન ગુજરાત પ્રવાસે (Priyanka Gandhi Vadra to visit Gujarat during Navratri) આવશે અને દાંડિયા પણ રમશે.
કેન્દ્રિય નેતાઓ આવશે ગુજરાત - દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) બ્લ્યૂ પ્રિન્ટ સાથે મહુડી મંડળ સાથે નેતાઓએ બેઠક કરી હતી, જેમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર (Election campaigning in Navratri) માટે કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
શક્તિપીઠના દર્શન કરશે - આ બાબતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Leader of Opposition in Gujarat Legislative Assembly Sukhram Rathwa) જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સાથ સહકાર સંપૂર્ણ રીતે મળશે. જ્યારે ગુજરાતનું પ્રદેશ મંડળને જરૂર પડશે. તે દિવસોમાં પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી ગુજરાત આવશે. જ્યારે નવરાત્રિમાં પણ તેઓ ગુજરાતમાં આવશે અને શક્તિપીઠના દર્શન કરશે. આ ઉપરાંત શહેરી વિસ્તાર કે જે જગ્યાએ કૉંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નબળું છે. તેવા વિસ્તારોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગરબાની રમઝટ પણ બોલાવશે.
આ પણ વાંચો- ગુજરાતના આ વિસ્તારને લઈને 'રાજકીય રમત', પક્ષ-વિપક્ષના જૂદા જૂદા સર્વે
AAPના નેતાઓ આવી શકે છે ગુજરાત - આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ (AAP Gujarat President Gopal Italia) ETV Bharatને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ (Gujarat Navratri 2022) એ વારંવારિક તહેવાર છે. જ્યારે અમે દર વર્ષે નવરાત્રિ કરી રહ્યા છીએ, પરંતુ જે રીતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. તેને ધ્યાનમાં લઈને દિલ્હી કે પંજાબના મુખ્યપ્રધાન સહિત અન્ય નેતાઓ પણ ગુજરાતમાં આવી શકે છે, પરંતુ હજી સુધી આવું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું અને હજુ આ બાબતે નિર્ણય લેવો તે વહેલું થશે.
ભાજપ આવી રીતે ચૂંટણી પ્રચારમાં માનતા નથી - નવરાત્રિમાં ભાજપની ચૂંટણી પ્રચાર (Election campaigning in Navratri) અને આયોજન બાબતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ ગરબામાં જઈને ચૂંટણી પ્રચાર કરવાનો માનતું જ નથી. જ્યારે આ અમારી ધાર્મિક આસ્થા છે, પરંતુ હજી સુધી કેન્દ્રીય મહુડી મંડળમાંથી કોણ આવશે. તે કંઈ નક્કી નથી.
આ પણ વાંચો- Shaktisinh Question in Parliament : સાબરમતી નદી શુદ્ધિકરણ યોજનાના ગંજાવર ખર્ચ વિશે ન્યાયિક તપાસ થશે?
PM મોદી અંબાજી પ્રવાસે આવે તેવી શક્યતા - તો કેન્દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) દર વર્ષે નવરાત્રિમાં દર્શન કરવા માટે માણસા આવે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવરાત્રિમાં ઉપવાસ કરે છે. તો સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિ અથવા તો નવરાત્રિની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પ્રવાસે (PM Modi Ambaji Visit) આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
નવરાત્રિ જામશે ચૂંટણીના રંગમાં - ગુજરાતમાં 26 સપ્ટેમ્બરે નવરાત્રિનો પ્રારંભ (Gujarat Navratri 2022) થઈ રહ્યો છે અને ત્યારબાદ નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ત્યારે ગુજરાતની નવરાત્રિ 2022 ચુંટણી નવરાત્રિ બની જશે. ઉલ્લેખનીય છે કે, તમામ રાજકીય પક્ષો દ્વારા નવરાત્રિની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક કેન્દ્રિય નેતાઓ નવરાત્રિમાં રાજ્યના મોટા શહેરો અથવા તો પાર્ટી પ્લોટમાં જોવા મળી શકે છે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો નવરાત્રિ દરમિયાન અનેક પાર્ટી પ્લોટમાં જોવા મળશે.