ETV Bharat / city

15 જુલાઈની આસપાસ વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શકયતા, રેલવે હોટેલ, સાયન્સ સિટીના પ્રોજેકટનું લોકાર્પણ કરશે

author img

By

Published : Jul 6, 2021, 8:58 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર સ્ટેશન પર તૈયાર થઇ રહેલી ફાઇસટાર હોટલ હવે લગભગ તૈયાર છે ત્યારે, સ્થાનિક તંત્ર દ્વારા પણ હોટલને વહેલામાં વહેલી તકે તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

પીએમ મોદી ગુજરાત આવશે
પીએમ મોદી ગુજરાત આવશે
  • વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના
  • 15 જુલાઇની આસપાસ ગુજરાત આવશે વડાપ્રધાન મોદી
  • ગાંધીનગર રેલવે સ્ટેશન હોટલ અને અમદાવાદ સયન્સ સિટીના પ્રોજેકટનું કરશે લોકાર્પણ
  • રાજ્યની રાજકીય ગતિવિધિ બાબતે કરશે ચર્ચા

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર સ્ટેશન પર તૈયાર થઇ રહેલી ફાઇસટાર હોટલ હવે લગભગ તૈયાર છે ત્યારે, સ્થાનિક તંત્ર દ્વારા પણ હોટલને વહેલામાં વહેલી તકે તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈની આસપાસ ગુજરાત પ્રવાસે આવીને ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેની હોટલ લોકાર્પણ કરી તેવી સંભાવનાઓ છે.

15 જુલાઈના રોજ આવી શકે છે ગુજરાત

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈની આસપાસ ગુજરાતી ભાષા આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના રોજ વાવાઝોડા બાદ રાજ્યની દરિયાઇ વિસ્તારોમાં હવાઇ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. જે બાદ તેમને એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. જે બાદ વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા નથી. 15 જુલાઈની આસપાસ દેશના વડાપ્રધાન ગુજરાત આવે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની સેવા આપી રહ્યા હતા, ત્યારે તેમને ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે એક ફાઈવસ્ટાર હોટલનું સપનું હતું. જે વડાપ્રધાન તરીકે હવે પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશનમાં તૈયાર થયેલી 5 સ્ટાર્સ હોટલનો લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે આ ઉપરાંત વડનગર , વેરઠા , મહેસાણા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કરશે લોકાર્પણ કરાશે.

સાયન્સ સિટી ખાતે પણ એકવેરિયમનું થશે લોકાર્પણ

અમદાવાદ શહેરના સાયન્સ સિટી ખાતે બનાવવામાં આવેલા એક્વેરિયમનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરીને તેનું લોકાર્પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ સાયન્સ સિટી ખાતે આવ તૈયાર થયેલા એક્વેરિયમ અને ગાંધીનગર રેલવે સ્ટેશનનું પણ મુલાકાત કરીને કામગીરી બાબતને સમીક્ષા કરી હતી.

નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગાંધીનગર રેલવે સ્ટેશન અને એક્વેરિયમનું લોકાર્પણ

હવે તમામ કાર્ય પૂર્ણતાને આરે છે, ત્યારે હવે ગમે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગાંધીનગર રેલવે સ્ટેશન અને એક્વેરિયમનું લોકાર્પણ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.