ETV Bharat / city

પાટીદાર અનામત બાબતે રાજ્ય સરકાર પાસે સત્તા, કોઈ પણ નેતા આવીને નિવેદન કરે તે રાજ્ય સરકાર માટે મહત્વનું નથી: નીતિન પટેલ - Patidar Reserves

કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદારોને અનામત મળવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હજુ લોકસભામાં કાયદો પસાર કર્યો છે, જ્યારે ઓબીસીમાં કઈ રીતે કોઈ પણ જ્ઞાતીને સમાવવી તે અંગેના નીતી નિયમો હજુ જાહેર કર્યા નથી.

નીતિન પટેલ
નીતિન પટેલ
author img

By

Published : Sep 4, 2021, 8:45 PM IST

  • રાજ્યમાં પાટીદાર ઓબીસી મામલો ફરી ગરમાયો
  • કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ આમને સામને
  • કેન્દ્ર સરકારે હજુ કાયદો પસાર કર્યો નીતિ નહિ

ગાંધીનગર : કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવાલેએ અમદાવાદમાં પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા બાબતે નિવેદન આપ્યું છે, ત્યારે આ બાબતે રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હજુ લોકસભામાં કાયદો પસાર કર્યો છે, જ્યારે ઓબીસીમાં કઈ રીતે કોઈ પણ જ્ઞાતીને સમાવવી તે અંગેના નીતી નિયમો હજુ જાહેર કર્યા નથી.

નીતિ-નિયમ જાહેર થયા પછી સર્વે

રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હજુ લોકસભાની અંદર ઓબીસી સમાજમાં નવી જ્ઞાતિઓને સમાવવા માટેની સત્તા રાજ્ય સરકારને આપી છે, તેનો કાયદો પસાર કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના નીતિ-નિયમ જાહેર કરવામાં આવ્યા નથી. જ્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી સમાજમાં નવી જ્ઞાતિઓને કઈ રીતે સમાવવા તે અંગેનો નિયમ અને નીતિ જાહેર કરવામાં આવશે, ત્યારે રાજ્ય સરકાર આ બાબતે સર્વે કરીને કઈ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની અને કઈ જ્ઞાતિને ઓબીસીમાં ન સમાવી તે બાબતનો સર્વે રાજ્યમાં કરશે.

નીતિન પટેલ

વર્ષ 2015થી પાટીદાર સમાજ ઓબીસીમાં સમાવવા કરી રહ્યા માંગ

મહત્વની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ દ્વારા વર્ષ 2015થી પાટીદાર સમાજને ઓબીસી સમાજમાં ભેળવવાની માંગ કરવામાં આવી છે, જ્યારે ભૂતકાળમાં અનેક આંદોલન પણ થઇ ચૂક્યા છે. જ્યારે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લાખોની સંખ્યામાં પાટીદારો પણ ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં અરાજકતાનો માહોલ પણ સર્જાયો હતો. ત્યારે ફરીથી પાંચ વર્ષ બાદ ગુજરાતમાં પાટીદાર સમાજને ઓબીસી સમાજમાં સમાવવા માટેના ભણકારા વાગી રહ્યા છે.

આંદોલન સાથે જોડાયેલા નેતાઓ જોડાયા રાજકીય પક્ષોમાં

વર્ષ 2015માં ગુજરાત રાજ્યમાં શરૂ થયેલા પાટીદાર આંદોલનના મહત્વના હાર્દિક પટેલ, વરૂણ પટેલ, ગોપાલ ઇટાલીયા, ચિરાગ પટેલ જેવા મહત્વના ચહેરાઓ છે. અત્યારે રાજકીય પક્ષમાં જોડાઈ ગયા છે, ત્યારે હવે પાટીદાર સમાજના અનામત બાબતે અલ્પેશ કથિરિયા ઓબીસી માટે ભવિષ્યમાં મુદ્દો ઉઠાવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.