ETV Bharat / city

રૂપાણી પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતા, 7 નવા ચહેરા ઉમેરાશે તો કેટલાક કપાશે - નીમા આચાર્ય

ગત 1 વર્ષથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રધાન મંડળનું વિસ્તરણ થવાની અટકળો થઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજભવન ખાતે નવા 7 પ્રધાનો શપથ લઇ શકે છે. આ નવા 7 પ્રધાનો આવવાથી કેટલાક પ્રધાનોનું પત્તું કપાઇ શકે છે.

ETV BHARAT
રૂપાણી પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતા
author img

By

Published : Sep 4, 2020, 4:44 PM IST

ગાંધીનગર: ગત 1 વર્ષથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રધાન મંડળનું વિસ્તરણ થવાની અટકળો થઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજભવન ખાતે નવા 7 પ્રધાનો શપથ લઇ શકે છે. આ નવા 7 પ્રધાનો આવવાથી કેટલાક પ્રધાનોનું પત્તું કપાઇ શકે છે.

રૂપાણી પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતા

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના 7 ધારાસભ્યો પ્રધાન તરીકેના શપથ લઇ શકે છે, જ્યારે 22 સપ્ટેમ્બરના રોજ ભાજપના નવા સંગઠનની જાહેરાત પણ થઇ શકે છે. આમ ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા ફેરફાર થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

આ ધારાસભ્યો પ્રધાન તરીકે શપથ લઇ શકે છે

  • પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન કેબિનેટ
  • જીતુ વાઘાણી, કૃષિપ્રધાન કેબિનેટ
  • પૂર્ણેશ મોદી, કેબિનેટ અર્બન ડેવલપમેન્ટ
  • આત્મારામ પરમાર, સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટ
  • ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન ફિશરી
  • શશીકાંત પંડ્યા, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન
  • નીમાબેન આચાર્ય, મહિલા અને બાળ વિકાસ રાજ્યકક્ષા

આમ અત્યારે વર્તમાન સમયમાં પ્રધાન તરીકેની ફરજ નિભાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, વિભાવરીબેન દવે અને ઈશ્વર પરમાર પ્રધાન મંડળમાંથી બાકાત રહી શકે છે.

ગત 1 વર્ષથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રધાન મંડળના વિસ્તરણની વાતો સામે આવી રહી છે, ત્યારે હવે આ વિસ્તરણ થશે કે નહીં તે પણ જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.