ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરેલા કૌભાંડના પર્દાફાશ થઈ (Police Terror in Surat) રહ્યા છે. રાજકોટ બાદ હવે સુરતમાં પણ પોલીસના કાંડ સામે આવ્યા છે. સુરતમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કરોડો રૂપિયાનું ફુલેકું કર્યા હોવાની ફરિયાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને મળી હતી. સુરતના એક બિલ્ડરે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને આ અંગે (Surat Builder appeal to the State Home Minister) રજૂઆત કરી હતી. સુરતના જ બિલ્ડર ઉદય છાસિયા ગૃહ રાજ્યપ્રધાનને મળી તેમને પૂરાવારૂપે એક ફાઈલ અને CCTV કેમેરા જમા (Surat Builder gives avidance to the State Home Minister) કરાવ્યા હતા. ફરિયાદીને પગલે રાજ્ય સરકારે ખાનગી રાહે તપાસ પણ શરૂ કરી હોવાની વિગતો સામે આવી રહી છે.
આ પણ વાંચો- Rajkot Police Commissioner : "મારા અને મારી રાજકોટ પોલીસ પર લાગેલા આરોપ અંગે કઈ નહિ બોલું" : મનોજ અગ્રવાલ
પોલીસ હેરાન કરતી હોય તેવા CCTV ફૂટેજ ગૃહ રાજ્યપ્રધાનને સોંપ્યા
સુરતના બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત બાદ (Surat Builder appeal to the State Home Minister) પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરત ઝોન- 4ના ડીસીપી એમ. એસ. ભાભોર વિરુદ્ધ પૂરાવા આપી પોતાની પાસેથી ખંડણી માગી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ મારી પાસેથી 10 કરોડ રૂપિયાની માગણી અને 8 ફ્લેટ કે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા થાય છેય તે પણ લખાવી દીધા છે. આ ઉપરાંત 40 લાખના ચેક પણ લગાવ્યા છે કે, જ્યારે પોલીસવાળા મારા ઘરે આવીને મને હેરાન ગતિ કરે છે. તેના પૂરાવારૂપે CCTV ફૂટેજ પણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને આપવામાં (Surat Builder gives avidance to the State Home Minister) આવ્યા છે.
આ પણ વાંચો- Kidnapping case in Ahmedabad : અમદાવાદમાં બિલ્ડરનું અપહરણ કરી માંગી ખંડણી
ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ફરિયાદ કરીઃ બિલ્ડર
બિલ્ડરે વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યપ્રધાનને તમામ પૂરાવા આપીને (Surat Builder gives avidance to the State Home Minister) રજૂઆત કરવામાં આવી છે. મને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પર વિશ્વાસ છે. આ ઉપરાંત ભવિષ્યમાં જો કોઈ આવી ઘટના ન બને અને જો કોઈ પાસે આવી ઘટના બને તો તે માનસિક રીતે ન તૂટે તેને ધ્યાનમાં લઈને જ હું સમગ્ર લડાઈ લડી રહ્યો છું. આગળ કોઈ હેરાન ન થાય તે માટે મેં આવા પોલીસકર્મીઓ સામે ફરિયાદ કરી છે.