ETV Bharat / city

ઉડતા ગુજરાતઃ ગાંધીનગરમાંથી રૂપિયા 7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું - ગાંધીનગરમાંથી ડ્રગ્સ ઝડપાયો

રાજ્યનું પાટનગર ગાંધીનગર ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત બની રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા શહેરના સેક્ટર 2 માંથી રૂપિયા 7.50 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. તો આ સાથે પોલીસે એક આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું
7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું
author img

By

Published : Oct 19, 2020, 3:31 PM IST

  • ગાંધીનગરમાંથી ડ્રગ્સ ઝડપાયું
  • સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ રૂપિયા 7.50 લાખનું ડ્રગ્સ ઝડપ્યું
  • ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ

ગાંધીનગર: રાજ્યનો યુવાધન નશાખોરીના રવાડે ચડી રહ્યો છે. યુવાનો હવે મદિરાપાન છોડીને ફિલ્મમાં દર્શાવવામાં આવતા ડ્રગ્સ તરફ વળી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI ડી.બી. વાળાની ટીમ દ્વારા શહેરના સેક્ટર 2C પ્લોટ નંબર 951/2માં રહેતા ઋષિક પિયુષ દવે ડ્રગ્સ વેચતો હોવાની માહિતી મળી રહી હતી. જેને લઇને SOG દ્વારા દરોડા કરવામાં આવતા MDMA ડ્રગ્સની ટેબલેટ નંગ 151 જેની કિંમત 7,47,500 હતી. પોલીસે આ બાબતે વધારે પૂછપરછ કરતા ડ્રગ્સની ગોળીઓ અમદાવાદ મોઢેરામાં રહેતા નિહાલ સાલવી પાસેથી મંગાવી હોવાની માહિતી મળી હતી. જેને લઇને પોલીસે ઋષિકની ધરપકડ કરી હતી અને નિહાલને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું
7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું
7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું
7.50 લાખનું ડ્રગ્સ ઝડપાયું

તહેવારોના સમયે સાડા સાત લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ દારૂ અને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો મળી રહ્યા છે. પાટનગરમાં અત્યાર સુધી મોટા પ્રમાણમાં દારૂ પકડાવાના બનાવો સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.