- 11.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- સરગાસણના સ્વાગતએ ફ્લેટમાં પકડાયું જુગારધામ
- જુગારીઓ કોઈનથી જુગાર રમતા ઝડપાયા
ગાંધીનગર: ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં વારંવાર જુગારધામ પોલીસ દ્વારા રેડ કરી ઝડપવામાં આવી રહ્યું છે, ત્યારે સરગાસણ વિસ્તારમાં અન્ય એક જુગારધામ ઝડપાયું હતું. ઇન્ફોસિટી પોલીસે રેડ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે બાતમીના આધારે ડી સ્ટાફના પોલીસ જવાનોને રેડ કરવા માટે મોકલ્યા હતા. જ્યાં જુગારીઓ કોઈનથી જુગાર રમતા ઝડપાયા હતા.
આ પણ વાંચો: ગાંધીનગર: સરગાસણમાંથી હાઈ પ્રોફાઈલ જુગારખાનું ઝડપાયું, 3 યુવતી સેવા માટે હતી ખડેપગે
સ્વાગત ફ્લેટ એક્સ 302 માં જુગાર રમતા હતા
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના વિજય કુમાર અને શેખરભાઈ તેમજ દિલીપસિંહ તેમજ રોહિત કુમાર ઇન્ફોસિટી પોલીસ ચોકી ખાતે હાજર હતા. આ દરમિયાન વિજય કુમારને ખાનગી બાતમી મળી હતી. જેથી તેમને સ્વાગત ફ્લેટ એક્સ 302 માં પૈસા પાનાનો હારજીતનો જુગાર રમતા જુગારીઓની બાતમી મળી હતી, જેથી ત્યાં રેડ કરી હતી અને આ ફ્લેટમાં ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતા મહિલા સહિત સાત આરોપીઓ ઝડપાયા હતા.
આ પણ વાંચો: શિક્ષણ જગતથી જોડાયેલા અને મોટો રાજકીય હોદ્દો ધરાવતા રાકેશ ભીકડીયાની પોલીસે ધરપકડ કરી
ઇન્ફોસિટી ડી સ્ટાફે જુગારીઓ પાસેથી રેડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો
ઇન્ફોસિટી ડી સ્ટાફે જુગારીઓ પાસેથી 12 હજાર રોકડા, રૂપિયા 40 હજારની કિંમતના સાત મોબાઈલ, ફોર્ચ્યુનર કાર રૂપિયા 10 લાખની, 142 નંગ પ્લાસ્ટિકના કોઈન તેમજ ગંજીપાના મળી કુલ 11.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગાર રમવા આવેલા જુગારીઓ પાસેથી અન્ય રોકડ રકમ પણ જપ્ત કરી હતી. જુગાર હેઠળ તેમજ કોરોના નિયમનો ભંગ બદલ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી ઇન્ફોસિટી પોલીસે હાથ ધરી હતી.