ETV Bharat / city

પીએમ મોદીએ અંબાજીમાં હેલિકોપ્ટર લેન્ડ ન કર્યું, દાંતાથી રોડ શો કરી જવામાં કઇ માન્યતા કામ કરી ગઇ - પીએમ મોદી બનાસકાંઠા મુલાકાત

પીએમ મોદી દ્વારા માન્યતાઓનું પાલન હંમેશા લોકોની નજરે ચડતી રહે છે. તેઓ વધુ એકવાર અંબાજી રોડ શો માટે દાંતાથી (PM Modi Road Show From Danta ) બાય રોડ જઇને માન્યતાઓનું પાલન કરતાં જોવા મળ્યાં હતાં. શા માટે પીએમ મોદીએ અંબાજીમાં હેલિકોપ્ટર લેન્ડ ન કર્યું ( PM Modi Not Landed in Ambaji ) અને દાંતાથી રોડ શો કરીને માન્યતાનું પાલન કર્યું તે વાંચો આ અહેવાલમાં.

પીએમ મોદીએ અંબાજીમાં હેલિકોપ્ટર લેન્ડ ન કર્યું, દાંતાથી રોડ શો કરીને એકસાથે 2 કામ કર્યા પૂર્ણ

author img

By

Published : Oct 1, 2022, 2:08 PM IST

Updated : Oct 1, 2022, 2:23 PM IST

ગાંધીનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) અંતર્ગત 2 દિવસ ગુજરાતના પ્રવાસ ( Pm Modi Gujarat Visit )માં હતાં. ત્યારે સુરતમાં રોડ શો ભાવનગરમાં રોડ શો સાથે કરોડો રૂપિયાના લોકાર્પણના કામો કર્યા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન લોકાર્પણ બાદ પીએમ મોદી અંબાજી ખાતે રોડ શો કર્યો હતો, પરંતુ પરંપરા મુજબ અંબાજીમાં હેલીપેડ હોવા છતાં પણ પીએમ મોદીએ અંબાજીમાં હેલિકોપ્ટર લેન્ડ ન કર્યું ( PM Modi Not Landed in Ambaji ) હતું. તેમણે દાતા (PM Modi Road Show From Danta ) ખાતે લેન્ડ કરીને દાતાથી અંબાજી રોડ શો કર્યો હતો.આમ માન્યતા પ્રમાણે પીએમ મોદીએ રોડ શો કરીને પોતાની સત્તા બચાવી હોવાની વાતો વહેતી થઈ છે.

અંબાજીમાં કેમ કોઈ પ્રધાન હેલિકોપ્ટર લઈને ઉતરણ નથી કરતું ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ એવા અંબાજીમાં એવી માન્યતા છે કે આ અંબાજીની અંદર આવેલ હેલીપેડમાં કોઈપણ નેતા કે અધિકારી હેલિકોપ્ટરથી ઉતરાયણ કરે તો ગણતરીના દિવસોમાં જ તેની સત્તા છીનવાઈ જાય છે. જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો દિલીપ પરીખ, રાજીવ ગાંધી અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ અને આનંદીબેન પટેલે અંબાજીમાં કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટરથી પહોંચ્યા હતાં અને ગણતરીના દિવસોમાં જ તેઓ સત્તા વિહોણા બન્યા હતાં.

અંબાજીમાં વિમાન ઊતરાણ વિશે માન્યતા જે નેતા અંબાજીમાં હેલિકોપ્ટર ઉતારે છે તેની સત્તાનું પતન થાય છે તેની ( Myth about plane landing in Ambaji) માન્યતા ભાજપના ઉચ્ચ સંગઠનના અને સ્થાનિક નેતાઓમાં કેટલાક વર્ષોથી પ્રવર્તી રહી છે. જ્યારે આનંદીબેને પોતાના હેલિકોપ્ટરનું ઉત્તરાણ ત્યાં કર્યું હતું અને એટલે જ ખૂબ જ ખરાબ રીતે તેમને સત્તામાંથી દૂર થવું પડ્યું તેવી મજબૂત માન્યતા મહેસાણાથી લઈને બનાસકાંઠાના નેતાઓમાં આજે પણ પ્રવર્તી રહી છે.

અનિલ અંબાણી પણ દાંતા ઉતરીને બાય રોડ અંબાજી પહોંચ્યાં હતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ખેડબ્રહ્માના ભાજપના આગેવાન અશ્વિન કોટવાલ ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી માન્યતા છે કે નહીં એ ખબર નથી પણ અહીંયા જેટલા VVIP આવે છે એ તમામ લોકો દાંતા હેલીપેડ પર જ ઉતરણ કરે છે. ત્યાંથી રોડથી અંબાજી દર્શન કરવા જાય છે. જ્યારે થોડા દિવસ પહેલા જ અનિલ અંબાણી પરિવાર સાથે અંબાજી દર્શન કરવા પહોંચ્યા હતાં ત્યારે પણ તેઓ દાંતા હેલિપેડ ઉતરીને રોડથી અંબાજી દર્શન કરવા પહોંચ્યાં હતાં.

આ એક માન્યતા છે રાજકીય વિશ્લેષક રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક માન્યતા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ એવી માન્યતા છે કે જે પણ મુખ્યપ્રધાન હોય તે નોઈડામાં જઈને ચૂંટણીનો પ્રચાર પ્રસારણ અને જાહેર સભા કરી શકતા નથી. જો કોઈ કરે તો તેમની સત્તા જતી રહે છે પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્ય નાથ યોગીએ પૂર્ણવિરામ મૂક્યું છે. ત્યારે અંબાજીમાં પણ આવી જ માન્યતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય ત્યારે આ માન્યતા લોકો યાદ કરે છે.

Last Updated : Oct 1, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.