ETV Bharat / city

CMS કૉપ-13 સંમેલન, PM મોદીએ કહ્યું- 'ભારત વિશ્વની 500 પ્રજાતિઓનું ઘર' - ગાંધીનગરના તાજા સમાચાર

સોમવારે ગાંધીનગરમાં CMS કૉપ-13નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી કર્યું હતું. મોદીએ કહ્યું કે, ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે,

ETV BHARAT
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા CMS કૉપ-13નું ઉદ્ઘાટન કર્યું
author img

By

Published : Feb 17, 2020, 12:52 PM IST

ગાંધીનગર: સોમવારે વિશ્વના તમામ દેશો દ્વારા આયોજીત UN કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જેમાં 125થી વધુ દેશોના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતાં. સોમવારથી શરૂ થયેલા સંમેલનમાં ભારતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ અને ભવિષ્યની રણનીતિઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા CMS કૉપ-13નું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંમેલનની શરૂઆત કરી હતી. PM મોદીએ તેમના સંબોધનમાં ગુજરાતના એશિયાટિક સિંહોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત PM મોદીએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરૂણા અભિયાન અંગેની પણ ચર્ચા કરી હતી.

સંમેલનમાં PM મોદીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ માટે ભારત વિશ્વના શ્રેષ્ઠ દેશમાં આવે છે. વિશ્વની 2.4 ટકા જમીન ક્ષેત્રમાં આશરે 8 ટકા જેટલું યોગદાન આપે છે. ભારતમાં વિવિધ વન્યજીવો માટે રહેઠાણોના ઘણાં હોસ્પોટ પણ છે. પૂર્વી હિમાલય, પશ્ચિમ ઘાટ, ઇન્ડો-મ્યાનમાર અને અંડમાન અને નિકોબાર દ્વીપ વગેરે છે. ભારત વિશ્વભરનાં પ્રવાસી પક્ષીઓના લગભગ 500 પ્રજાતિઓનું ઘર છે, સદીઓથી ભારત વન્યજીવોના નિવાસ સ્થાન માટે આગવું ભૂમિકામાં રહ્યું છે. આપણી સંસ્કૃતિ વન્યજીવો સાથે જોડાયેલી છે. જેથી સંરક્ષણ અને સહ-જીવન ટકી રહે છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમના યજમાન તરીકે આગામી ત્રણ વર્ષ માટે ભારતને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983થી સ્થળાંતરિત વન્યપ્રાણીઓના સંમેલન સાથે કરારબદ્ધ છે. આ ઉપરાંત સ્થળાંતર રીતે દરિયાઈ જાતિઓ પ્રજાતિઓને સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યાં છે અને તેમના સંરક્ષણ અને બચાવ માટેની યોજના પણ તૈયાર કરવામાં આવી રહીં છે.

આ સંમેલનનું આયોજનએ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વનું પગલું સાબિત થશે. આ શિખર સંમેલનમાં 130 દેશના પ્રતિનિધિઓ પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય NGOએ પણ ભાગ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતના એશિયાટિક સિંહ, બેંગાલ ટાઇગરની વાત કરી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.