ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ (PM Modi Gujarat Visit) છે. ત્યારે આજે ગાંધીનગરના દહેગામ પાસે આવેલા લવાડ ગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના (PM Modi at the Rashtriya Raksha University) પ્રથમ કોનવોકેશનમાં (University University Graduation Ceremony) ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.200 એકરમાં ફેલાયેલી છે આ યુનિવર્સિટી
આ પણ વાંચો- PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં
200 એકરમાં ફેલાયેલી છે આ યુનિવર્સિટીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની (PM Modi at the University University) વાત કરીએ તો, ગાંધીનગરના દહેગામની પાસે આવેલા લવાડ ગામ પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તૈયાર કરવામાં (Rashtriya Raksha Graduation Ceremony) આવી છે. તેમાં દેશના ડિફેન્સને વધુ મજબૂત કરવાના રિસર્ચ, અભ્યાસક્રમ અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે (શનિવારે) પ્રથમ પદવીદાન સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૈયાર થયેલી રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઓળખ આપીને યુનિવર્સિટી દેશને અર્પણ કરી હતી.
આ પણ વાંચો- PM Modi Gujarat Visit 2022: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ
1,090 વિદ્યાર્થીઓ આપવામાં આવશે પદવીઃ આ પદવીદાન સમારોહમાં આજે (શનિવારે) 1,090 જેટલા વિદ્યાર્થીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પદવી (Rashtriya Raksha University Graduation Ceremony) આપવામાં આવશે. તેમાં 13 વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ પદવી, 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ જ કાર્યક્રમમાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો હતો.
પદવીદાન સમારોહમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિતઃ પદવીદાન સમારોહમાં (Rashtriya Raksha University Graduation Ceremony) રક્ષા ક્ષેત્રે મહત્વની જવાબદારી સાંભળતા SPG,NSG કમાન્ડો, BSF, CISF, RAF, NDRF, અને તમામ કેન્દ્રીય એજન્સીઓ જેવી લે આર્મી, નેવી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કઈ રીતે થઈ હતી સ્થાપનાઃ આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. તેમ જ આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં રાજ્યમાં રક્ષા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ યુનિવર્સિટી ભારતભરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક તક પૂરી પાડે છે. વિવિધ પોલીસ સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 200 છે, પરંતુ વર્ષ 2020માં ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકે બઢતી સાથે, તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, તેના ડિપ્લોમા અને ડિગ્રીધારકોની ભરતી તમામ રાજ્યની પોલીસ સંસ્થાઓ, RRU અને સશસ્ત્ર દળોમાં કરવામાં આવશે. આ પ્રસંગે કુલ 1,090 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રાપ્ત થશે, જેમાં વર્ષ 2017થી 2021 દરમિયાન તમામ વર્ગોના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશેઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી ઑફ ઈન્ડિયાની અગ્રણી સંસ્થા એવી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ભારતીય સંસદ અધિનિયમ નંબર 31, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એક્ટ, 2020 દ્વારા કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનું લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઈકોસિસ્ટમ બનવાનું છે. તેના પ્રયાસો રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસ શિક્ષણ, સંશોધન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તેની ઊંચી લાયકાત ધરાવતી ફેકલ્ટી, પ્રતિબદ્ધ માનવ સંસાધનો દ્વારા પ્રેરિત સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે, બૌદ્ધિક રીતે ઉત્તેજિત કરે છે અને વ્યાવસાયિક રીતે શિસ્તબદ્ધ વાતાવરણ અને વિશ્વવ્યાપી નેટવર્ક વહેંચણી અને આદાનપ્રદાન કરે છે.
જાણો, આ યુનિવર્સિટીનો હેતુઃ આ યુનિવર્સિટીનો હેતુ સમકાલીન અને ભાવિ સમયમાં સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ તથા આંતરશાખાકીય ક્ષેત્રોમાં સુરક્ષા અને વ્યૂહાત્મક શિક્ષણ પ્રદાન કરવાનું છે. આ યુનિવર્સિટીનો દૃષ્ટિકોણ સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો વચ્ચે ભવ્ય વ્યૂહાત્મક સહકાર સાથે શાંતિ, સમૃદ્ધિ અને સ્થિર વિશ્વ જોડાણને સમર્થન તથા રાષ્ટ્રના ધ્યેયને પ્રોત્સાહન આપવા આંતરિક સુરક્ષા અધિકારીઓ, લશ્કરી અને અર્ધલશ્કરી દળો, રાજદ્વારીઓ, સરકારી અધિકારીઓ અને નાગરિકો વચ્ચે વધુ સમજણને પ્રોત્સાહન આપે છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે, તેના શિક્ષણ, સંશોધન અને તાલીમમાં તેમજ સુરક્ષા અને વ્યૂહાત્મક સંસ્થાઓ અને દળોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ તેમ જ કાયદો ઘડવા, શાસન, ન્યાયતંત્ર, અર્થતંત્ર (કૃષિ-ઉત્પાદન-સેવા ક્ષેત્રો) અને નાગરિક સમાજ સંગઠનોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પહોંચી વળવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે દ્વિસ્તરીય અભિગમ અપનાવે છે.